ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસા શહેરમાં નગરસેવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ, પાલિકાના તમામને કોરોન્ટાઇન કરાયા - news in Deesa

બનાસકાંઠાના ડીસામાં એક નગરસેવકને કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકાના તમામ નગરસેવકોને કોરોન્ટાઇન કરવામાં આવ્યા છે. સાથે સાથે નગરસેવકના સંપર્કમાં આવેલા તમામ લોકોના પણ સેમ્પલ લેવાની તજવીજ હાથ ધરી છે.

Deesa
ડીસા

By

Published : May 31, 2020, 7:40 PM IST

બનાસકાંઠા : કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેમાં ડીસા નગરપાલિકાના એક નગરસેવક સહિત 3 લોકોને કોરોના પોઝિટિવ રિપોર્ટ આવતા જિલ્લામાં કુલ સંખ્યાનો આંક 109 થયો છે. જો કે, ડીસાના નગરસેવક પરાગ ઉર્ફે દિપક પઢીયારનો કોરોના પોઝિટિવનો રિપોર્ટ આવતા જ નગરપાલિકામાં ખળભળાટ મચી ગયો હતો.

ડીસા શહેરમાં નગરસેવકનો રિપોર્ટ કોરોના પોઝિટિવ

ડીસા નગરપાલિકાની 5 દિવસ અગાઉ જ સાધારણ સભા યોજાઈ હતી. જેમાં ડીસા નગરપાલિકાના તમામ નગસેવકો સહિત પત્રકારો પણ ઉપસ્થિત રહ્યાં હતા. ત્યારે આરોગ્ય વિભાગે હાલમાં સામાન્ય સભામાં આવેલા તમામ 44 નગરસેવક સહિત 52 હાઈરિસ્કમાં આવતા લોકોને કોરોન્ટાઇન કર્યા છે. તેમજ દર્દીના સંપર્કમાં આવનાર તમામ લોકોના સેમ્પલ લઇ તપાસ અર્થે મોકલી આપવાની તજવીજ હાથ ધરી છે.

ABOUT THE AUTHOR

...view details