ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુરના ગઠામણ વિસ્તારમાં કોરોનાના વધુ 2 પોઝિટિવ કેસ નોંધાયા - Corona positive

બનાસકાંઠામાં વધુ 2 લોકોના કોરોના રિપોર્ટ પોઝિટિવ નોંધાયા છે. જિલ્લાનું ગઠામણ ગામ હવે કોરોના હોટસ્પોટ બની ગયું છે. આ ગામમાંથી અગાઉ એક 55 વર્ષીય વ્યક્તિને કોરોના થયા બાદ એક બીજાના સંક્રમણમાં આવતા આ ગામમાં કોરોના અસરગ્રસ્તોનો આંકડો 8 પર પહોંચી ગયો છે. જયારે જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યા 10 થઈ ગઈ છે.

પાલનપુર
પાલનપુર

By

Published : Apr 19, 2020, 10:43 AM IST

બનાસકાંઠા: પાલનપુરના ગઠામણ ગામે કોરોના વાઈરસનું સંક્રમણ ભયજનક રીતે વધી રહ્યું છે. સૌપ્રથમ કેસ સોમાભાઇ પરમારને કોરોનાની અસર થયા બાદ તેની પત્ની અને બે બાળકો સહિત પરિવારને સંક્રમણ થયું હતું. બાદમાં તેમના દ્વારા ગામનાં જ જયંતિભાઇને પણ ચેપ લાગ્યો હતો. ત્યારબાદ જયંતિભાઈ જેને મળ્યા હતા તે વધુ બે વ્યક્તિ કોરોના પોઝિટિવ આવ્યા છે.

આથી આરોગ્ય વિભાગે આ બંનેને સારવાર માટે પાલનપુર આઇસોલેશન વોર્ડમાં ખસેડ્યા છે. જ્યારે બેસણા દરમ્યાન વધુ સંક્રમણની શક્યતા જોઇ અને આ બંનેના ચેપ અન્ય લોકોને થયા છે કે, કેમ તે શંકા જોતાં આરોગ્યની ટીમે તપાસ હાથ ધરી છે. મહત્વની વાત એ છે કે, આ કોરોનાગ્રસ્ત પુરૂષ અને મહિલાને કોરોના વાયરસના લક્ષણો ન હતા. બંનેના શરીર પણ તંદુરસ્ત હોવા છતાં કોરોના પોઝિટિવ આવતાં ચોંકાવનારી સ્થિતિ બની છે. આથી આરોગ્ય વિભાગે સંક્રમણની ચેનલ શોધવા મોટી કવાયત હાથ ધરવી પડે તેવી નોબત આવી છે. ત્યારે પાલનપુર તાલુકા આરોગ્ય ટીમ દ્વારા સવારથી જ ચેપગ્રસ્તોના સંપર્કવાળા શોધી ક્વોરોન્ટાઈન કરી સેમ્પલ લેવાની દોડધામ શરૂ કરી છે.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details