ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વને લઈ કોરોના વિસ્ફોટ, બજારોમાં સાવચેતી રાખવા આરોગ્ય વિભાગની અપીલ - ગુજરાત

દિવાળી પર્વને લઈને હાલમાં બનાસકાંઠા જિલ્લાની બજારોમાં લોકોની અવર-જવર વધી છે. જેને લઇને સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે કોરોના વાઇરસથી બચવા સરકારી ગાઈડલાઈનનું અનુકરણ કરવા બનાસકાંઠા જિલ્લા આરોગ્ય વિભાગ લોકોને અપીલ કરી રહ્યું છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વને લઈ કોરોના વિસ્ફોટ
બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વને લઈ કોરોના વિસ્ફોટ

By

Published : Nov 15, 2020, 2:03 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો વિસ્ફોટ
  • દિવાળીના પર્વને લઈ લોકો બજારોમાં ઉમટ્યાં
  • કોરોનાથી સુરક્ષિત રહેવા જિલ્લા આરોગ્ય વિભાગે કરી અપીલ

બનાસકાંઠાઃ હાલમાં હિંદુ ધર્મનો સૌથી મોટો તહેવાર દિવાળી પર્વ આવી રહ્યો છે. જેની ખરીદી કરવા માટે બનાસકાંઠા જિલ્લાની બજારોમાં લોકો મોટી સંખ્યામાં આવી રહ્યા છે. દિવાળીના પર્વને લઇ બનાસકાંઠા જિલ્લાની બજારોમાં 5થી 10,000 જેટલા લોકો ફરતા જોવા મળી રહ્યા છે. જેના કારણે રોજેરોજ બજારોમાં લોકોનું સંક્રમણ વધી રહ્યું છે. સતત વધતા સંક્રમણના કારણે બનાસકાંઠા જિલ્લામાં હાલ કોરોના વિસ્ફોટ જેવી હાલત સર્જાઇ છે. બજારમા ખરીદી કરવા આવતા લોકો કોરોના ગાઈડલાઈનનું ઉલ્લંઘન પણ કરે છે. આ સાથે જ દુકાનદારો પણ નજીવા પૈસા કમાવાની લ્હાયમાં પોતાની દુકાનો આગળ કોરોના વાઇરસનો ડર રાખ્યા વિના ભારે ભીડ કરી રહ્યા છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વને લઈ કોરોના વિસ્ફોટ

સોશિયલ ડિસ્ટન્સનો ભંગ

બનાસકાંઠા જિલ્લામાં લોકો કોરોના વાઇરસનો ડર રાખ્યા વિના હાલમાં બજારોમાં દુકાન ઉપર ભારે ભીડ લગાડી ખરીદી કરતા નજરે પડી રહ્યા છે, ત્યારે આવા સમયે બનાસકાંઠા જિલ્લાની તમામ બજારો લોકોથી ભરચક જોવા મળી રહી છે. સતત લોકોની સંખ્યામાં વધારો થતાં કરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે, ત્યારે લોકોને કોરોનાથી સુરક્ષિત રહેવા માટે આરોગ્ય વિભાગ દ્વારા વારંવાર સૂચના આપવામાં આવી હોવા છતાં પણ લોકો સોશિયલ ડિસ્ટન્સનો ભંગ કરી રહ્યા છે. જેથી આગામી સમયમાં કોરોના પોઝિટિવ કેસમાં વધારો થવાની શક્યતા છે.

બનાસકાંઠા જિલ્લામાં દિવાળી પર્વને લઈ કોરોના વિસ્ફોટ

કોરોનાથી સુરક્ષિત રહેવા જિલ્લા આરોગ્ય વિભાગની અપીલ

બનાસકાંઠા જિલ્લામાં હાલ કોરોના વિસ્ફોટ જેવી સ્થિતિ છે. જેના કારણે અત્યાર સુધી બનાસકાંઠા જિલ્લામાં 3000થી પણ વધુ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે. આ ઉપરાંત 70થી પણ વધુ લોકોએ કોરોનાને કરાણે જીવ ગુમાવ્યો છે, ત્યારે હાલમાં દિવાળીનો પર્વ નજીક હોવાના કારણે લોકો બજારોમાં મોટી સંખ્યામાં ખરીદી કરવા માટે આવી રહ્યા છે. જેના કારણે સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઇ રહ્યો છે. જેથી આરોગ્ય વિભાગ દ્વારા સતત લોકોમાં જાગૃતિ આવે તે માટે સૂચનાઓ આપવામાં આવી રહી છે.

ABOUT THE AUTHOR

...view details