- ગુજરાતમાં ફરી એકવાર કોરોના વિસ્ફોટ
- બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો
- બનાસકાંઠા જિલ્લામાં રોજના 321 કેસો આવી રહ્યા છે સામે
- પાલનપુર વેપારીઓ અને નગરપાલિકાની યોજાઈ બેઠક
- વધતા જતા કોરોના વાઇરસના કેસો વચ્ચે પાલનપુર શનિ-રવિ સ્વયંભૂ બંધ
બનાસકાંઠાઃ લોકોના સતત વધેલા સંક્રમણના કારણે હાલમાં સમગ્ર ગુજરાતમાં કોરોના વાઇરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. સરકાર દ્વારા વારંવાર ગાઇડ લાઇન જાહેર કરવા છતાં લોકો માસ્ક પહેર્યા વગર બજારમાં ફરતા નજરે પડ્યા હતા. જેના કારણે હાલમાં સતત કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અત્યારે હજારોની સંખ્યામાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થયો છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા મોટાભાગના જિલ્લાઓમાં લોકડાઉન પણ જાહેર કરી દેવામાં આવ્યું છે. સતત વધતા લોકોમાં સંક્રમણના કારણે કોરોના ફરી એકવાર સામે આવી રહ્યો છે. ત્યારે હજુ પણ આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થાય તે પહેલા ગુજરાત સરકાર દ્વારા મોટાભાગના શહેરોમાં કોરોના વાઇરસના કેસો મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. તેવા તમામ શહેરોમાં લોકડાઉન કરવાની ફરજ પડી છે. હાલમાં સતત વધી રહેલા કોરોના વાઇરસના કેસોના કારણે વેપારીઓ પણ સ્વયંભૂ પોતાના ધંધા-રોજગાર બંધ કરતા નજરે પડી રહ્યા છે.
બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો
બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા 10 દિવસથી કોરોના હાહાકાર મચાવી રહ્યો છે. બીજા રાઉન્ડમાં બનાસકાંઠા જિલ્લાના અનેક તાલુકામાં કોરોના વાઇરસના દર્દીઓ મોટી સંખ્યામાં સામે આવી રહ્યા છે. સતત થઇ રહેલા લોકોના સંક્રમણના કારણે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. સૌથી વધુ બનાસકાંઠા જિલ્લાના પાલનપુરમાં કોરોના વાઇરસના કેસો સામે આવ્યા છે. બનાસકાંઠાનું જિલ્લા મથક પાલનપુર પણ કોરોનાનું હોટસ્પોટ બની ગયું છે. છેલ્લા અઠવાડિયાથી પાલનપુર શહેરમાં કોરોના પોઝિટિવ કેસ આવી રહ્યા છે. લોકોના સતત વધેલા સંક્રમણના કારણે હજુ પણ આગામી સમયમાં કોરોના વાઇરસના કેસોમાં વધારો થઈ શકે તેવી શક્યતાઓ જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃકોરોના સંક્રમણને રોકવા આણંદ જિલ્લાના 12 ગામોમાં સ્વૈચ્છિક લોકડાઉન