બનાસકાંઠાઃરાજ્યમાં કોરોનાના કેસો (Corona Cases In Gujarat) વધી રહ્યા છે. યાત્રાધામ અંબાજી પર પણ કોરોના (Corona In Ambaji)નું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાનાને (Corona In Gujarat) લઇ યાત્રાધામ અંબાજી મંદિરના દ્વાર ફરીએક વાર દર્શનાર્થીઓ માટે બંધ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે. શક્તિપીઠ અંબાજી મંદિર ઉપર ફરી એક વાર કોરોનાની મોટી અસર જોવા મળી છે. ગુજરાતમાં જે રીતે કોરોના કેસનું પ્રમાણ ફરી વધી રહ્યું છે તેવામાં પણ ધાર્મિક અને પર્યટક સ્થળો ઉપર મુસાફરોનો ધસારો વધતો હોવાથી લોકોમાં કોરોનાનું સંક્રમણ(Corona case in Banaskantha) વધુ ન ફેલાય તેને લઈ યાત્રાધામ અંબાજીનું મંદિર આજ થી સાત દિવસ માટે 22 જાન્યુઆરી સુધી દર્શનાર્થીઓ માટે બંધ કરી દેવાયું છે.
મંદિર બંધ કરાતા સમગ્ર મંદિર પરીષરમાં સન્નાટો
અંબાજી મંદિરમાં (Ambaji Temple Closed )શનિવાર અને રવિવારની રજાઓમાં મોટી ભીડ રહતી હોય છે. તેવામાં આજથી મંદિર બંધ કરાતા સમગ્ર મંદિર પરીષરમાં સન્નાટો છવાયેલો જોવા મળ્યો હતો. જોકે દર્શનાર્થીઓ માટે બંધ કરાયેલા અંબાજી મંદિરમાં નિત્યક્રમની પૂજા પાઠ અને આરતી ચાલુ રાખવમાં આવી છે. આજે સવારની મંગળા આરતી ભક્તો વગર જ કરવામાં આવી હતી, મંદિરના ભટ્ટજી મહારાજ દ્વારા મંગળા આરતી ઉતાર્યા બાદ ભક્તોની ગેરહાજરીને લઈને ચિંતિત જોવા મળ્યા હતા.