બનાસકાંઠાઃ જિલ્લામાં દિવસે દિવસે કોરોના પોઝિટીવ દર્દીઓની સંખ્યામાં (Corona positive to inmates in Deesa subjail )સતત વધારો થઈ રહ્યો છે તેના કારણે હાલમાં આરોગ્ય વિભાગ દ્વારા લોકો કોરોના સામે સુરક્ષિત રહે તે માટે તપાસ શરૂ કરવામાં આવી છે. અગાઉ બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની બીજી લહેરમાં સૌથી વધુ અસર ડીસા તાલુકામાં જોવા મળી હતી (Corona cases in Gujarat )અને જિલ્લામાં સૌથી વધુ કોરોના પોઝિટિવ દર્દીઓ ડીસા તાલુકામાં જોવા મળ્યા હતા. ત્યારે ફરી એકવાર કોરોનાની ત્રીજી લહેરમાં પણ ફરી એકવાર જિલ્લામાં અત્યાર સુધી 100 થી વધુ કોરોના પોઝિટીવ દર્દીઓ સામે આવ્યા છે. જેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
ડીસા સબજેલમાં 15 કેદીઓને કોરોના પોજેટિવ
જિલ્લામાં કોરોના કેસમાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. ત્યારે ડીસામાં કોરોના કેસમાં દિવસે ને દિવસે વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે આજે એક સાથે 15 કોરોના પોઝિટીવ કેસ સામે આવતાઆરોગ્ય વિભાગ દોડતું થયું છે. ડીસા ખાતે આવેલ સબજેલમાં એક દર્દીને કોર્ટમાં રજૂ કરવાના હોવાથી તેનો રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં કેદીને કોરોના પોઝિટીવ આવતા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા સબજેલ ખાતે આવેલ 23 કેદીઓના રેપિડ ટેસ્ટ કરવામાં આવ્યા હતા જેમાં 15 કેદીઓને કોરોના પોઝિટીવ સામે આવતા આરોગ્ય વિભાગમાં ભાગદોડ મચી હતી.