બનાસાકાંઠામાં 10થી વધુ કોંગ્રેસ કાર્યકર્તાઓએ કેસરીયો ધારણ કર્યો - BNS
પાલનપુર: ગુરૂવારે લોકસભા ચૂંટણી માટે પ્રથમ તબક્કાનું મતદાન થઈ રહ્યું છે અને ગુજરાતમાં ત્રીજા તબક્કામાં 23 એપ્રિલે મતદાન થશે, ત્યારે કોંગ્રેસના એક પછી એક કાર્યકર્તાઓ પક્ષ છોડીને ભાજપનો ખેસ ધારણ કરી રહ્યા છે. ગુરૂવારે ડીસા ખાતે યોજાયેલા ભારતીય જનતા પાર્ટીની સભામાં કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા.
સ્પોટ ફોટો
ગુરૂવારે ડીસાના કંશારી ગામે બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલની સભા યોજાઈ હતી. જેમાં છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસથી નારાજ થયેલા કોંગ્રેસના 10 થી વધુ કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા હતા. જેમાં આ તમામ કાર્યકર્તાઓને બનાસકાંઠા બેઠકના ભાજપના ઉમેદવાર પરબત પટેલ દ્વારા ભાજપનો ખેસ પહેરાવ્યો હતો.