ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન - BANASKANTHA congress news

બનાસકાંઠાના સરહદી વિસ્તાર વાવ, થરાદ, સુઈગામ ખાતે સતત વધી રહેલી મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. કોંગ્રેસના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત તેમજ કાર્યકર્તાઓ દ્વારા સાઈકલ પર બેસી વિરોધ દર્શાવ્યો હતો. આગેવાનો દ્વારા સરકાર સામે વિરોધ કરાતા સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

By

Published : Jun 13, 2021, 8:17 PM IST

  • વાવ ,થરાદ,સુઇગામ કાંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન
  • પેટ્રોલ ડીઝલ સહિતની મોંઘવારીના મુદ્દે કોંગ્રેસ રસ્તા પર
  • વિરોધ પ્રદર્શન કરતા કારકર્તાઓની પોલીસ દ્વારા અટકાયત

બનાસકાંઠા: સરહદી વાવ, થરાદ અને સુઈગામ પંથકના કોંગ્રેસના અગ્રણીઓ તેમજ થરાદના ધારાસભ્ય દ્વારા સતત વધી રહેલી મોંઘવારી અને પેટ્રોલ-ડીઝલના લઈને શનિવારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું. જોકે, વિરોધ પ્રદર્શન કરતા સ્થાનિક પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી. જોકે, એક તરફ કોરોનાની મહામારીમાં લોકો આર્થિક રીતે મુશ્કેલીમાં મુકાયા છે. આથી, આર્થિક કટોકટી જોવા મળી રહી છે.

બનાસકાંઠામાં પેટ્રોલ ડીઝલના ભાવને લઈને કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન

આ પણ વાંચો:Congress Protest: વધતા પેટ્રોલ-ડીઝલના ભાવને લઈ સુરત જિલ્લા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ

પેટ્રોલ ડીઝલ સહિતની મોંઘવારીના મુદ્દે વિરોધ પ્રદર્શનવિરૂદ્ધ

વર્તમાન સરકાર વિરૂદ્ધ નારા લગાવી સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો. સતત વધી રહેલા ડીઝલ અને પેટ્રોલના ભાવ વધારાને લઇ વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે, થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતએ સાઇકલ ચલાવીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. જ્યારે, સુઈ ગામ ખાતે કોંગ્રેસના અગ્રણીઓ દ્વારા ઊંટ ગાડી ચલાવીને સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. આ દરમિયાન, પોલીસે ઠાકરશી રબારી સહિત કોંગ્રેસના આગેવાનો અને કાર્યકર્તાઓને અટકાયત કરી હતી.

આ પણ વાંચો:પેટ્રોલ ડીઝલના ભાવ મુદ્દે કોંગ્રેસનું આંદોલન, નૌશાદ સોલંકી સહિતના કાર્યકર્તાઓની અટકાયત

ABOUT THE AUTHOR

...view details