- કોંગ્રેસ પ્રભારી Raghu Sharma અંબાજી દર્શને આવ્યાં
- રઘુ શર્માએ Public Awareness Campaignશરુ કરાવ્યું
- તેમની સાથે ગુજરાત પ્રદેશ પ્રમુખ Amit Chavda જોડાયાં
અંબાજીઃ ગુજરાત કોંગ્રેસ (Gujarat Congress) સમિતિ દ્વારા 2022માં આવી રહેલી વિધાનસભાની ચૂંટણીના પ્રચાર પ્રસારના ભાગરૂપે જન જાગૃતિ અભિ્યાન ( Public Awareness Campaign ) શરુ કર્યુ છે. જે અભિયાન ગઈકાલ 14 નવેમ્બરથી શરૂ થયું હતું પણ ગુજરાતના કોંગ્રેસ પ્રભારી રઘુ શર્માએ ( Congress in-charge of Gujarat Raghu Sharma ) પોતાનો પ્રવાસ જાગૃતિ અભિયાન અંતર્ગત આજથી શરૂ કર્યો છે. તેમણે સૌ પ્રથમ શક્તિપીઠ અંબાજીમાં દર્શન ( Ambaji Temple VIP Visit ) કર્યા બાદ પોતાની જનજાગૃતિ અભિયાનની શરૂઆત કરી છે. આજે વહેલી સવારે અંબાજી ખાતે આવી પહોંચેલા રઘુ શર્માની સાથે ગુજરાતના કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડા ( Gujarat Congress President Amit Chavda ) પણ તેમની સાથે જોડાયા હતા. બ્રાહ્મણો દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને માતાજીના આશીર્વાદ પ્રદાન કર્યા હતાં. રઘુ શર્માએ જણાવ્યું હતું કે જે રીતે ગુજરાત ભાજપમાં લાંબા સમયથી સરકારમાં બેઠી છે ત્યારે હવે તેમાં પણ પરિવર્તનની જરૂર જણાઈ રહી છે અને ખાસ કરીને મોંઘવારી અને બેરોજગારી માઝા મૂકી છે. તેની જાગૃતિને લઈ ગુજરાત કોંગ્રેસ દ્વારા જન જાગરણ અભિયાન શરૂઆત કરી છે.
2022માં સત્તા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરાશે
Congress in-charge of Gujarat Raghu Sharma એ જણાવ્યું હતું કે ગત ચૂંટણીમાં 15 થી 17 સીટોનો ફાસલો રહ્યો હતો તે કમી આ વખતે પૂરી કરી સત્તા પ્રાપ્ત થાય તેવા પ્રયાસો કરીશું.