બનાસકાંઠા: છેલ્લા ઘણા સમયથી મોંઘવારી, ભ્રષ્ટાચાર અને બેરોજગારીની સમસ્યાએ માજા મૂકી છે. દૂધ, છાશ, તેલ અને ગેસના બાટલા જેવી જીવન જરૂરિયાતની ચીજ વસ્તુઓના ભાવ પણ આસમાને પહોંચતા સામાન્ય વ્યક્તિ ત્રસ્ત બન્યો છે. કોરોના બાદ સતત ધંધા રોજગાર પડી ભાગ્યા છે અને બીજી તરફ મોંઘવારી આસમાન છુતી હોવાના કારણે લોકોની હાલત કફોડી બની ગઈ છે જેના વિરોધમાં આજે ડીસા, પાલનપુર સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં સવારે 9 થી 12 વાગ્યા સુધી ગુજરાત બંધનું એલાન (Congress Declaration Gujarat Bandh in Disa) આપવામાં આવ્યું હતું.
ડીસામાં ભાજપ સરકારના વિરોધમાં કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું - કોંગ્રેસનું ગુજરાત બંધનું એલાન
ડીસા સહિત સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં આજે કોંગ્રેસ દ્વારા ગુજરાત બંધનું એલાન આપવામાં આવ્યું છે. મોંઘવારી ભ્રષ્ટાચાર અને બેરોજગારી જેવી સમસ્યાઓ મામલે સરકારને જગાડવા માટે અને જનતાનો અવાજ સરકાર સુધી પહોંચાડવા માટે લોકોએ પણ કોંગ્રેસ સહકાર આપ્યો હતો. જો કે બંધ કરાવવા નીકળેલા કોંગ્રેસ આગેવાનોની પોલીસે અટકાયત કરી હતી. Congress Declaration Gujarat Bandh, protest against BJP government in Disa, Congress Declaration Gujarat Bandh in Disa
કોંગ્રેસ દ્વારા ભારત બંધનું એલાન :ડીસામાં વહેલી સવારથી જ કોંગ્રેસઆગેવાનોએ બંધના એલાને (Congress Declaration Gujarat Bandh in Disa) સફળ બનાવવા માટેની પડ્યા હતા તો વેપારીઓએ પણ કોંગ્રેસ આગેવાનોને સમર્થન આપી તેઓ પણ મોંઘવારીથી પીડાતા હોવાની ગવાહી આપી હતી. આ અંગે પૂર્વ ધારાસભ્ય ગોવા દેસાઈ, પૂર્વ નગરપાલિકા પ્રમુખ વિપુલ શાહે જણાવ્યું હતું કે, સતત વધી રહેલી મોંઘવારી બેરોજગારી અને ભ્રષ્ટાચારમાં સામાન્ય લોકો પીસાઈ રહ્યા છે. સરકાર પણ લોકોની પીડાને સમજતી નથી, ત્યારે જનતાના અવાજને સરકાર સુધી પહોંચાડવા માટે આજે આપેલા બંધના એલાને લોકોએ સમર્થન આપીને સફળ બનાવ્યું છે.