બનાસકાંઠાઃ રાજ્યસભાની ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કોંગ્રેસના ધારાસભ્યો ભાજપમાં જોડાતાની સાથે જ કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા બીજા ધારાસભ્યો ભાજપમાં ન જોડાય તે માટે હાલ મિટિંગો કરવાનું શરૂ કર્યું છે. શુક્રવારે બનાસકાંઠા જિલ્લામાં પણ કોંગ્રેસના તમામ ધારાસભ્યોને કોંગ્રેસ હાઈકમાન્ડ દ્વારા પાલનપુર ખાતે બોલાવી દીધા હતા.
ધારાસભ્યોના રાજીનામા બાદ કોંગ્રેસ સતર્કઃ બનાસકાંઠાના કોંગ્રેસી ધારાસભ્યોને હાઈકમાન્ડે તેડુ મોકલ્યું - કોંગ્રેસ મહિલા
કોંગ્રેસના વધુ 3 ધારાસભ્યો ભાજપમાં જોડાઈ જતા કોંગ્રેસ સતર્ક બન્યું છે. કોંગ્રેસે પોતાના ધારાસભ્યની સાથે એક બેઠક યોજી હતી. આ અંતર્ગત બનાસકાંઠા જિલ્લાના વાવથી કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેનને પણ કોંગ્રેસ હાઈકમાન્ડનું તેડુ આવ્યું હતું.
ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીને લઇ રાજકીય દાવપેચ શરૂ થઇ ગયા છે. જેમાં ફરી એકવાર કોંગ્રેસના 3 ધારાસભ્ય ભાજપમાં જોડાતા હાલમાં કોંગ્રેસમાં ભયનો માહોલ છવાઇ ગયો છે. જો કે, હવે કોંગ્રેસ ડેમેજ કંટ્રોલ કરવાની ફિરાકમાં છે.
બનાસકાંઠા જિલ્લામાં પણ પાલનપુરના ધારાસભ્ય મહેશભાઇ પટેલ ભાજપમાં જોડાય તેવી અટકળોને પગલે કોંગ્રેસ મોવડી મંડળે બનાસકાંઠાના તમામ ધારાસભ્યોને પાલનપુર બોલાવી અજ્ઞાત સ્થળે ખસેડવાની કવાયત હાથ ધરી છે. આ મામલે ઉત્તર ગુજરાતના એકમાત્ર કોંગ્રેસ મહિલા ધારાસભ્ય ગેનીબેન ઠાકોર જણાવ્યું હતું કે, ઉત્તર ગુજરાતમાંથી એક પણ કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં નહીં જોડાય. આ સાથે જે કોંગ્રેસના ધારાસભ્ય ભાજપમાં જોડાયા છે, તેમને તે વિસ્તારની પ્રજાએ પક્ષપલટો કરનારા ધારાસભ્યોને મેથીપાક ચખાડવો જોઈએ.