બનાસકાંઠા: કોરોના મહામારીના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં દાનની આવક ઘટી છે. જેના કારણે ગૌશાળા અને પાંજરાપોળમાં રહેતા અબોલા પશુઓનો જીવનનિર્વાહ કરવો અઘરો બન્યો છે. વારંવાર ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ રજૂઆત કરી હોવા છતાં આજ સુધી સરકારે આ મામલે કોઈ ગંભીરતા દાખવી નથી.
- ગૌશાળા અને પાંજરાપોળની હાલાત કફોડી
- ગૌશાળા અને પાંજરાપોળનું આંદોલન શરૂ
- પોલીસ બંદોબસ્ત ગોઠવાયો
ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકોએ ચીમકી આપતા કહ્યું કે, સોમવારે જ્યારે સરકારી કચેરીઓ ખુલશે ત્યારે જો તેમની માગણી નહીં સંતોષાય તો સરકારી કચેરીઓમાં પશુધન છોડી દેવામાં આવશે. જેને લઈને અત્યારથી જ ગૌશાળામાં પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે.
ગૌશાળા અને પાંજરાપોળની હાલાત કફોડી ગૌશાળા અને પાંજરાપોળ સંચાલકોની માંગણી છે કે, સરકાર અન્ય રાજયોની જેમ ગુજરાતમાં ગૌશાળા અને પાંજરાપોળને પશુ દીઠ નિભાવ ખર્ચ આપે. જેથી અબોલ પશુઓનું જીવન નિર્વાહ થઈ શકે. સંચાલકોની માંગણી સરકાર નહીં સંતોષે તો સોમવારથી જેવી કચેરીઓ ખુલશે. ત્યારે પશુધનને સરકારી કચેરીઓમાં છોડી દેવામાં આવશે. જેના પગલે તંત્ર પણ એલર્ટ બન્યું છે. ગૌશાળા અને પાંજરાપોળમાં તકેદારીના ભાગરૂપે પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.
ગૌશાળા અને પાંજરાપોળની હાલાત કફોડી