ગુજરાત

gujarat

ETV Bharat / state

અંબાજીમાં બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન - સ્વૈચ્છિક લોકડાઉન

યાત્રાધામ અંબાજીમાં દિન પ્રતિદિન કોરોનાનો વ્યાપ વધતો જઈ રહ્યો છે ત્યારે કોરોનાના વધતા સંક્રમણને ફેલાતું અટકાવવા સ્થાનિક વેપારીઓએ આજે બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉનન પાળ્યું છે.

અંબાજીમાં આજ બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન
અંબાજીમાં આજ બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન

By

Published : Apr 21, 2021, 5:08 PM IST

Updated : Apr 21, 2021, 5:30 PM IST

  • અંબાજીમાં આજે બુધવારથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન
  • ગઈકાલે 20 એપ્રિલે સાંજના 5 કલાકથી પોતાના વેપાર-ધંધા બંધ કર્યા
  • અંબાજી વિસ્તારમાં હોટલ, ગેસ્ટહોઉસ, કરિયાણાની દુકાનો સહીતના વેપારીઓએ વેપાર-ધંધા બંધ કર્યા

બનાસકાંઠાઃ અંબાજીમાં ગઈકાલે 20 એપ્રિલે સાંજના 5 કલાકથી વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખી કોરોનાની ચેઈન તોડવા સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું હતુ. આજે બુધવારે અંબાજી વિસ્તારમાં તમામ હોટલ, ગેસ્ટહોઉસ, કરિયાણાની દુકાનો સહીતના વેપારીઓએ પોતાના વેપાર-ધંધા બંધ રાખતા ફરી એક વાર ગતવર્ષના કોરોનાના લોકડાઉનની અસર અંબાજીના બજારો ઉપર જોવા મળી હતી.

અંબાજીમાં આજથી ત્રણ દિવસ માટે સંપૂર્ણ પણે સ્વૈચ્છિક લોકડાઉન

આ પણ વાંચોઃ વલસાડમાં મંગળવારથી શરૂ થયેલા સ્વૈચ્છિક લોકડાઉનને મિશ્ર પ્રતિસાદ

વેપારીઓએ સ્વૈચ્છિક લોકડાઉન પાળ્યું

સ્વૈચ્છિક લોકડાઉનનું કડક પણે પાલન વેપારીઓ દ્વારા કરવામાં આવી રહ્યું છે. હાલના તબક્કે કોરોનાની ચેઈન તોડવા આ લોકડાઉનને સ્થાનિક લોકો ઉત્તમ ગણાવી રહ્યા છે અને આ સમયે જરૂરી કામ સિવાય બહાર ન નીકળવા તેમજ માસ્કનો ઉપયોગ કરવા જણાવી રહ્યા છે. એટલુ જ નહીં હાલના આ લોકડાઉનમાં મિનરલ પાણી, ગેસની ડીલેવરી જે ડોર ટુ ડોર થતી હોય છે તેની જગ્યાએ કન્ટેન્ટમેન્ટ ઝોન વિસ્તારમાં રહેતા લોકોએ આવી આવશ્યક વસ્તુઓ કન્ટેન્ટમેન્ટ ઝોન બહારથી જ લેવાનો આગ્રહ રાખે તો એકથી બીજી જગ્યાએ ડીલેવરી કરનારા વ્યક્તિ દ્વારા કોરોનાનું ફેલાતું સંક્રમણ અટકાવી શકાય તેમ છે.

આ પણ વાંચોઃ આણંદ જિલ્લાના વધું એક ગામમાં સ્વૈચ્છિક લોકડાઉન જાહેર

વેપારીઓ ત્રણ દિવસના લોકડાઉન બાદ દરરોજ 1 વાગ્યા બાદ દુકાનો બંધ કરશે

હાલમાં આ ત્રણ દિવસ લોકડાઉન પૂર્ણ થયા બાદ પણ વેપારીઓ દરરોજ 1 વાગ્યા સુધી જ પોતાના વેપાર-ધંધા કરીને પોતાની દુકાનો બંધ કરશે અને કોરોનાના ફેલાતા સંક્રમણને રોકવા વહીવટી તંત્ર સાથે વેપારીઓએ પણ સમર્થન આપ્યું છે.

Last Updated : Apr 21, 2021, 5:30 PM IST

ABOUT THE AUTHOR

...view details