ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને તીડથી થયેલા નુક્સાનનું ચૂકવાયું વળતર

બનાસકાંઠા જિલ્લામાં બે વર્ષ અગાઉ તીડ આક્રમણમાં અસરગ્રસ્ત ખેડૂતોને આખરે સરકારે બે વર્ષ બાદ તમામ સહાયની ગ્રાન્ટ મંજૂર કરી છે. બાકી રહી ગયેલા 616 જેટલા ખેડૂતોને પણ સરકારે 9.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરતા કોરોના મહામારીમાં તીડ અસરગ્રસ્ત ખેડૂતોએ રાહત અનુભવી છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને તીડથી થયેલા નુક્સાનનું ચૂકવાયું વળતર
બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને તીડથી થયેલા નુક્સાનનું ચૂકવાયું વળતર

By

Published : Apr 12, 2021, 6:15 PM IST

Updated : Apr 12, 2021, 7:21 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં કુદરતી આફતોથી ખેડૂતોને કરોડોનું નુક્સાન
  • વર્ષ 2019માં થયેલા તીડ આક્રમણમાં થયેલા નુક્સાનનું વળતર ચૂકવાયું
  • સરકાર દ્વારા બાકી રહેલા 616 ખેડૂતોને સહાય માટે 9.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી
  • ગ્રાન્ટ મંજુર થતા ખેડૂતોમાં 2 વર્ષ બાદ ખુશી

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારના ખેડૂતો છેલ્લા પાંચ વર્ષથી અને કુદરતી આફતોથી હેરાન પરેશાન થઈ ગયા છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો છેલ્લા બે-ત્રણ વર્ષથી વારંવાર તીડ આક્રમણથી ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવે છે. બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા અનેક તાલુકાઓમાં છેલ્લા 2 વર્ષથી તીડ આક્રમણ, કમોસમી વરસાદ અને ઈયળોના ઉપદ્રવથી કરોડો રૂપિયાનું નુક્સાન વેઠવાનો વારો આવ્યો હતો.

સરહદી વિસ્તારના ખેડૂતોને તીડ આક્રમણથી થયેલા નુક્શાનનું ચૂકવાયું વળતર

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લામાં તીડનું આક્રમણ યથાવત

  • કુદરતી આફતો થતાં નુકસાનના કારણે અનેક ખેડૂતોએ ખેતી કરવાનું પણ છોડી દીધું છે

એક તરફ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર પાણીની મોટી સમસ્યાનો દર વર્ષે સામનો કરે છે, તો બીજી તરફ વારંવાર કુદરતી આફતોના કારણે સરહદી વિસ્તારના ખેડૂતોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. સતત કુદરતી આફતોના નુકસાનથી ખેડૂતોને થયેલા કરોડો રૂપિયાના નુકસાન અંગે સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી છે. તેમ છતાં આજે પણ મોટાભાગના ખેડૂતો સરકારી સહાયથી વંચિત હતા. આમ તો બનાસકાંઠા જિલ્લો વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. પરંતુ વારંવાર કુદરતી આફતો થતાં નુકસાનના કારણે અનેક ખેડૂતોએ ખેતી કરવાનું પણ છોડી દીધું છે અને પશુપાલન તરફ વળ્યા છે. ત્યારે સરકાર દ્વારા આવા ખેડૂતોને સહાય આપવામાં આવે તો આવનારા સમયમાં ખેડૂતો ફરી એકવાર ખેતી તરફ વળી શકે તેમ છે.

સરહદી વિસ્તારના ખેડૂતોને તીડ આક્રમણથી થયેલા નુક્શાનનું ચૂકવાયું વળતર
  • વર્ષ 2019માં થયેલા તીડ આક્રમણમાં થયેલા નુક્સાનનું વળતર ચૂકવાયું

બનાસકાંઠા જિલ્લામાં તીડ અસરગ્રસ્ત ખેડૂતો માટે ખુશીના સમાચાર છે. કારણકે, બે વર્ષ અગાઉ તીડ નુકસાનમાં બાકી રહી ગયેલા ખેડૂતોની પણ સરકારે ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે. બનાસકાંઠામાં વર્ષ 2019 અને 20માં 8 વખત તીડના ઝુંડોએ આક્રમણ કર્યું હતું. જેમાં ખાસ કરીને થરાદ ,વાવ ,ભાભર અને દિયોદર પંથકમાં હજારો ખેડૂતોને કરોડો રૂપિયાનું નુકસાન થયું હતું. જેમાં સરકારે તીડ આક્રમણમાં નુકસાન થયેલા ખેડૂતો માટે સહાય પેકેજ જાહેર કર્યું હતું.

  • ઓનલાઇન અરજી કરનાર 8,478 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી

મોટાભાગના ખેડૂતોએ ઓનલાઇન અરજીઓ કરી હતી. આ ઓનલાઇન અરજી કરનાર 8,478 ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી હતી. પરંતુ બાદમાં 2,158 જેટલા ખેડૂતોએ સહાય માટે ઓફલાઇન અરજી કરી હતી. જેમાંથી 616 જેટલા ખેડૂતોને સહાય ચૂકવવાની બાકી રહી હતી અને નુક્સાનીને બે વર્ષ જેટલો સમય વિત્યો હોવા છતાં પણ આ બાકી રહી ગયેલા ખેડૂતોને સહાય ચૂકવવામાં આવી ન હતી. ત્યારે થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે સરકારમાં વારંવાર રજૂઆત કરી, આ બાકી રહી ગયેલા તીર અસરગ્રસ્ત ખેડૂતોને સહાય ચૂકવવા માટે લેખિત અને મૌખિક રજૂઆત કરી હતી. જેને ધ્યાને લઇ સરકારે તીડ આક્રમણથી નુકસાન થયેલા અને બાકી રહી ગયેલા 616 ખેડૂતો માટે તેમજ અન્ય કૃષિ સહાય માટે 9.59 કરોડ રૂપિયાની ગ્રાન્ટ મંજૂર કરી દીધી છે.

બનાસકાંઠાના સરહદી વિસ્તારના ખેડૂતોને તીડથી થયેલા નુક્સાનનું ચૂકવાયું વળતર

આ પણ વાંચોઃબનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ફરી તીડનું આક્રમણ, ખેડૂતોની ચીંતામાં વધારો

  • આક્રમણથી અનેક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું

થરાદના ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂતે મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તાર ગણાતા થરાદમાં મોટા પ્રમાણમાં તીડ આક્રમણ થયું હતું. જેમાં આ આક્રમણથી અનેક ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન થયું હતું. આ બાબતે ખેડૂતોએ થરાદના ધારાસભ્ય તરીકે મને અનેકવાર રજૂઆત કરી હતી. જે રજૂઆત મારા દ્વારા ગુજરાત સરકારમાં અનેકવાર કરવામાં આવી હતી. જેથી આજે સરકારે મારી રજૂઆતને ધ્યાનમાં લઇ બાકી રહેલા તમામ ખેડૂતોને સરકાર દ્વારા કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી છે.

  • ખેડૂતો માટે 9.59 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે

બનાસકાંઠા ખેતીવાડી વિસ્તરણ અધિકારી વિનોદ ચૌધરીએ મીડિયાને સંબોધન કરતા જણાવ્યું હતું કે, બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં તીડ આક્રમણ થયું હતું. જેમાં તીડ દ્વારા ખેડૂતોના ખેતરમાં વાવેલા પાકમાં નુકસાન કરવામાં આવ્યું હતું. આ બાબતે સરકાર દ્વારા મોટાભાગના ખેડૂતોને સહાય પણ આપવામાં આવી હતી. પરંતુ બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના ખેડૂતો આ સહાયથી બાકી રહી ગયા હતા. તે બાબતે ખેડૂતો દ્વારા સરકારમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. જે રજૂઆતોને ધ્યાનમાં લઈ સરકાર દ્વારા બાકી રહી ગયેલા ખેડૂતો માટે 9.59 કરોડની ગ્રાન્ટ મંજૂર કરવામાં આવી છે.

  • થરાદના ખેડૂતોને 2 વર્ષ બાદ તીડ સહાય મળી

બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં મોટા પ્રમાણમાં તીડ આક્રમણ થયું હતું અને આ તીડ આક્રમણ એટલું ભયંકર હતું કે, ખેડૂતોના ખેતરો લીલાછમ હતા. તે રણ જેવા થઈ ગયા હતા, મોટી સંખ્યામાં તીડ આક્રમણથી ખેડૂતોના ખેતરમાં ઉભેલો એક પણ પાક બચ્યો ન હતો. સતત બેથી ત્રણ વાર થયેલા તીડ આક્રમણને કારણે ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. ત્યારે આ બાબતે ખેડૂતોએ સહાય માટે અનેકવાર સરકારમાં રજૂઆત કરી હતી. જેથી સરકારે બે વર્ષ બાદ ખેડૂતોની રજૂઆતોને પગલે બાકી રહેલા તમામ ખેડૂતોને સહાય ચૂકવી હતી. ઉલ્લેખનિય છે કે, નુકસાન થયાના બે વર્ષ બાદ તીડ અસરગ્રસ્ત ખેડૂતોને સહાયની રકમ મળી છે. પરંતુ કોરોના મહામારીના સમયમાં સહાય મળતાં ખેડૂતોએ મોટી રાહત અનુભવી છે.

Last Updated : Apr 12, 2021, 7:21 PM IST

ABOUT THE AUTHOR

...view details