ડીસા નગરપાલિકાની કામગીરીની સમિક્ષા કરવા માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા કલેક્ટર દ્વારા સમિક્ષા કરવામાં આવતી હોય છે. પરંતુ છેલ્લા 2 વર્ષથી સમિક્ષા કરવા માટે ગાંધીનગર ઝોનના નગરપાલિકા કમિશ્નર આવી રહ્યા છે. ત્યારે ડીસા ખાતે દર વર્ષની જેમ રાબેતા મંગળવારના રોજ મુજબ ગાંધીનગર ઝોનના નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નર તપાસ માટે આવી પહોંચ્યા હતા.
ડીસામાં લોકોના પ્રશ્નોને હલ કરવાને બદલે કાગળ પર તપાસ કરીને સુકામેવાની જયાફત ઉઠાવતા કમિશ્નર - Nagarpalika
ડીસા: ડીસા નગરપાલિકા કચેરી ખાતે ગાંઘીનગર ઝોનના પ્રાદેશિક કમિશ્નર આકસ્મિક તપાસ માટે પહોંચી ગયા હતા. ત્યારે પાલિકાની કામગીરીની સમિક્ષા કરવાના બદલે કમિશ્નર શહેરને લગતા પ્રશ્નોની રજૂઆત સાંભળવાને બદલે કચેરીમાં સુકામેવાની જયાફત ઉડાવતા નજરે પડયા હતા.

ડીસા તપાસ માટે આવેલા આ અધિકારીનું ડીસાની સમસ્યા અંગે ધ્યાન દોરવાની કોશિશ કરતાં અધિકારી મહાશયે કેમેરાથી દૂર રહી માહિતી આપવાનો ઇનકાર કર્યો હતો. ડીસા શહેરમાં ઊભા થઈ રહેલા ગેરકાયદેસર શોપિંગ કોમ્પ્લેક્ષ બાબતે પણ અધિકારી મૌન સેવ્યું હતું.
આ ઉપરાંત શહેરમાં રખડતા પશુઓની સમસ્યા અંગે પણ સ્થાનિક નગરપાલિકાની કથળતી જતી કામગીરીને પગલે જવાબ આપવાનું ટાળ્યું હતું. ડીસા નગરપાલિકાની સમિક્ષા કરવા આવેલા અધિકારી શહેરમાં ફરીને વિસ્તારોની મુલાકાત લેવાના બદલે પાલિકા કચેરીમાં આવેલી જ એર કંડિશનર કચેરીમાં સૂકા મેવાની જયાફત વચ્ચે કાગળ પર જ સમિક્ષા કરતાં નજરે પડ્યા હતા.