- ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો
- ઉત્તર ભારતમાં હિમવર્ષા, માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો
- ગુરુ શિખર પર માઈનસ 5 ડીગ્રી ઠંડી
- ડીસામાં પણ તાપમાનનો પારો ગગડયો
બનાસકાંઠા : છેલ્લા ત્રણ દિવસથી ઉત્તર ભારતમાં પડી રહેલ ભારે હિમવર્ષાના પગલે તેની સીધી અસર ગુજરાત સહિત રાજસ્થાનમાં પણ જોવા મળી રહી છે, ખાસ કરીને વાત કરવામાં આવે તો ઉત્તર ભારતમાં દર વર્ષે પડતી હિંમત આની સીધી અસર બનાસકાંઠા જિલ્લાના અડીને આવેલ માઉન્ટ આબુ પર સીધી જોવા મળે છે.આ ઠંડીનો લાભ લેવા દર વર્ષે શિયાળામાં માઉન્ટ આબુમાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટી પડે છે.
માઉન્ટ આબુમાં ઠંડીમાં વધારો
કાશ્મીરમાં છેલ્લા ત્રણ દિવસથી થઈ રહેલી હિમવર્ષાને પગલે તેની સીધી અસર ગુજરાત અને રાજસ્થાનમાં પણ થઈ રહી છે. બનાસકાંઠા જિલ્લામાં પણ છેલ્લા ત્રણ દિવસથી તાપમાનનો પારો 9 ડિગ્રી સુધી પહોંચી જતા લોકો અસહ્ય ઠંડીનો સામનો કરી રહયા છે. ત્યારે રાજસ્થાનના પ્રખ્યાત હિલ સ્ટેશન માઉન્ટ આબુમાં પણ ઠંડીનો પારો ગગડતાં સહેલાણીઓ કાતિલ ઠંડી નો સામનો કરી રહ્યા છે. આજે માઉન્ટ આબુના સૌથી ઊંચું ગુરુ શિખર પર માઇનસ 5 ડિગ્રી તાપમાન નોંધાયું હતું માઉન્ટ વાસીઓની સાથે સાથે બહારથી ફરવા આવેલા સહેલાણીઓ પણ કાતિલ ઠંડીનો સામનો કરી રહયા છે.