- મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિપુ યોજનાનું કર્યું ખાતમુહર્ત
- ધાનેરા અને દાંતીવાડા તાલુકાના 3.81લાખ લોકોને નર્મદાનું ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહેશે
- સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વહીવટીતંત્રે માઈક્રો પ્લાનિંગ મુજબ વ્યવસ્થા ગોઠવી
- બનાસકાંઠાના છેવાડાનું કોઈ પણ ગામ પાણી વગર નહિ રહે
પાલનપુરઃ રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણી દ્વારા બનાસકાંઠાના ધાનેરા ખાતે સિપુ જૂથ સુધારણા યોજનાનું ખાત મુર્હત કરવામાં આવ્યું હતું. સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ રૂપિયા 241.34 કરોડના ખર્ચે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના 119 ગામોના 3.81લાખ લોકોને નર્મદાનું ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સુચારુ આયોજન કરાયું છે.
બનાસકાંઠાના ધાનેરામાં સિપુ યોજના અંતર્ગત પાણી યોજનાનું વિજય રૂપાણીએ કર્યું ખાતમુહર્ત મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ સિપુ યોજનાનું કર્યું ખાતમુહર્ત રવિવારે ગુજરાત રાજ્યના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ બનાસકાંઠાના ધાનેરા ખાતે સિપુ જૂથ સુધારણા યોજનાનું ખાત મુર્હત કર્યુ હતું. જેથી ટૂંક સમયમાં જ ધાનેરા અને દાંતીવાડા વિસ્તારની વર્ષો જૂની પીવાના પાણીની સમસ્યાનો કાયમી નિકાલ આવી શકે. મુખ્યપ્રધાન વિજયભાઈ રૂપાણીના હસ્તે કેન્દ્ર સરકારની જળ જીવન મિશન યોજના હેઠળ રૂપિયા 241.34 કરોડના ખર્ચે ધાનેરા અને દાંતીવાડા તાલુકાના 119 ગામોના 3.81લાખ લોકોને નર્મદાનું ફિલ્ટરયુક્ત શુદ્ધ પીવાનું પાણી મળી રહે તે માટે સુચારુ આયોજન કરાયું છે. જેમાં સિપુ જૂથ સુધારણા પાણી પૂરવઠા યોજના હેઠળ થરાદની નર્મદા મુખ્ય કેનાલમાંથી થરાદ તાલુકાના ભાપી ગામથી પાઇપલાઇન મારફત થરાદ તાલુકાના ખેંગારપુરા ગામે પાણી લાવવામાં આવશે, જ્યાં પાણીને ફિલ્ટર કરીને પાઇપલાઇન દ્વારા ધાનેરા તેમજ દાંતીવાડા તાલુકાના અનેક ગામો સુધી પહોંચાડાશે. આ સમગ્ર યોજનાનું સીએમએ કોવિડ ગાઈડલાઈન અનુસાર ખાત મુર્હત કરી ઉપસ્થિત જનમેદનીને સંબોધન કર્યું હતું.
સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વહીવટીતંત્રે માઈક્રો પ્લાનિંગ મુજબ વ્યવસ્થા ગોઠવી
રવિવારે યોજાયેલી જાહેરસભામાં પણ સોશિયલ ડિસ્ટન્સનું ધ્યાન રાખી વહીવટીતંત્રે માઈક્રો પ્લાનિંગ મુજબ વ્યવસ્થા ગોઠવી હતી. અને જે પણ મહેમાનો કે સરકારી લોકો આ સભામાં જોડાયા હતા તમામનું ટેસ્ટિંગ કરવામાં આવ્યું હતું. સાથે સાથે કોરોના વાઈરસનું સંક્રમણ વધે નહીં તે માટે તમામ લોકોને બેઠક વ્યવસ્થા પણ સોશિયલ ડિસ્ટન્સ સાથે રાખવામાં આવી હતી. આ સભામાં માસ્ક વગર કોઈપણ વ્યક્તિને પ્રવેશ આપવામાં આવ્યો ન હતો. તમામ સભામાં આવનારા લોકોને સેનીટાઈજર પણ ફરજીયાત કરવામાં આવ્યું હતું. ત્યારે ચોક્કસપણે કહી શકાય કે ધાનેરા ખાતે યોજાયેલ ખાતમુર્હત કાર્યક્રમમાં વહીવટીતંત્ર દ્વારા કોરોના વાઈરસની ગાઈડલાઈનનું ધ્યાન રાખી આ સભાનું આયોજન કરવામાં આવ્યું હતું.
વિજય રૂપાણીનું નિવેદન કે બનાસકાંઠામાં પાણીની વિકટ સમસ્યા
સરહદી બનાસકાંઠા જિલ્લામાં લોકો છેલ્લા ઘણા સમયથી પાણીની મોટી સમસ્યાનો સામનો કરી રહ્યા છે બનાસકાંઠા જિલ્લો આમ તો વર્ષોથી ખેતી અને પશુપાલન સાથે જોડાયેલો જિલ્લો છે. જેના કારણે ગુજરાત સરકાર દ્વારા સુજલામ સુફલામ યોજના દ્વારા છેવાડાના માનવી સુધી પીવાનું અને ખેતી માટે પાણી પહોંચી શકે તે માટે નહેર બનાવવામાં આવી છે પરંતુ આજે પણ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારોમાં પાણીની વિકટ સમસ્યા જોવા મળી રહેશે જેની આજે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ સ્ટેજ પર પોતાના નિવેદનમાં જણાવ્યું હતું કે બનાસકાંઠા જિલ્લામાં સૌથી મોટી સમસ્યા એ પાણીની સમસ્યા છે...
બનાસકાંઠાના છેવાડા સુધી દરેકને મળશે પાણી
આ પ્રસંગે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, બનાસકાંઠાના છેવાડાનું કોઈ પણ ગામ પાણી વગર નહિ રહે. તેમજ ટૂંક સમયમાં 500 કરોડના ખર્ચે ડીસા અને લાખણીના 56 ગામોને પણ પાણી નર્મદામાંથી અપાશે. દાંતા અને પાલનપુર તાલુકાના 152 ગામોને ધરોઈ ડેમ સુધારણા યોજનાના કામો કરીને પાણી આપવામાં આવશે. વધુમાં મુખ્યપ્રધાને કહ્યું હતું કે, ખાતમુર્હત પણ અમે કરીએ છીએ અને લોકાર્પણ પણ અમે જ કરીએ છીએ. અમે કોઈ જ ખોટી વાતો કરતા નથી કામ કરી બતાવીએ છીએ. વિકાસ જુક્શે નહિ વિકાસ રુકશે નહિ. આવનારી 15 મી તારીખે વડાપ્રધાન કચ્છ આવી રહ્યા છે. બે મોટા કાર્યક્રમોનું ખાત મુર્હત કરી રહ્યા છે. દુનિયાનું સૌથી મોટું 30 હજાર મેગા વોટ રીનેયોબલ એનર્જી સોલાર પ્લાન્ટનું વડાપ્રધાન ખાત મુર્હત કરશે. માંડવી ખાતે દરિયાના ખારા પાણીને મીઠું કરવાના મોટા પ્લાન્ટનું ખાત મુર્હત કરાશે. આવનારા દિવસોમાં પીવાના પાણીનો દુકાળ ભૂતકાળ બનશે. ટેન્કર રાજ ખતમ થશે અને નલ સે જલ વિકાસ પામશે.