પર્યાવરણ બચાવવા દ્વારકા થી નીકળેલી સાઇકલયાત્રાનું ડીસા પહોંચતા સ્વાગત કરાયું
પર્યાવરણને બચાવવા દ્વારકા થી નીકળેલી 5 રિટાયરમેન્ટ લોકોની સાઇકલયાત્રા પહોંચી ડીસા
ભારતના પશ્ચિમ છેડા થી પૂર્વ છેડા સુધીની 3900 કિલોમીટરની સાયકલ યાત્રા
બનાસકાંઠા :ભારતના પશ્ચિમ છેડા થી પૂર્વ છેડા સુધીની 3900 કિલોમીટરની સાયકલ યાત્રા પર નીકળેલા આ સાયકલલીસ્ટો ડીસા પહોંચ્યા હતા.સાયકલલીસ્ટો દ્વારા આટલી લાંબી યાત્રા કાઢવાનો હેતુ લોકોમાં જાગૃતિ લાવવાનો છે.3900 કિલોમીટરની યાત્રા 26 દિવસ સુધી કરવામાં આવશે. રસ્તામાં આવતા તમામ ગામો નગરો અને મહાનગરોના લોકોને પાણી બચાવો સ્વચ્છ ભારત અને પૂર્ણ અંગે જાગૃતિ લાવવાનો પ્રયાસ આ 5 સાયકલલીસ્ટો કરશે.
પર્યાવરણ બચાવવા દ્વારકા થી નીકળેલી સાઇકલયાત્રાનું ડીસા પહોંચતા સ્વાગત કરાયું સાયકલ યાત્રા બાદ આ સાયકલલીસ્ટો ડીસા પહોંચ્યા
આ યાત્રામાં 65 વર્ષીય રવિન્દ્ર તરારે, 59 વર્ષીય નામદેવ રાઉત, 45 વર્ષીય સંદીપ વૈદ્ય, 43 વર્ષીય વિજય ભાસ્કર અને 41 વર્ષીય શ્રીકાંત ઉકે જોડાયા છે.તેમની આ મહાન મેરેથોન જેવી યાત્રાની શરૂઆત ગુજરાતના દ્વારકા થી શરૂ થઈ છે. ત્રણ દિવસની આ સાયકલ યાત્રા બાદ આ સાયકલલીસ્ટો ડીસા પહોંચ્યા હતા. ડીસા પહોંચતા તેમનું રોટરી ક્લબ ઓફ ડિવાઇન દ્વારા તેમના આ કાર્ય અને પ્રોત્સાહન આપવાના હેતુથી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું.
સાયકલલીસ્ટોનો સાયકલ પર સંદેશ
સાયકલ યાત્રા બાદ આ સાયકલલીસ્ટો ડીસા પહોંચ્યા 3900 કિલોમીટરની સાયકલ યાત્રા ખેડીને દેશના પશ્ચિમ થી પૂર્વ સુધીના લોકોમાં જાગૃતિ લાવવાના ઉમદા હેતુથી આ યાત્રા શરૂ કરનાર સાયકલલીસ્ટો ડીસા પહોંચ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે, સારા કામ કરતી વખતે જે પ્રોત્સાહન મળે છે. તેનાથી તેમનામાં શક્તિનો સંચાર થાય છે વધુમાં તેઓએ જણાવ્યું હતું કે, આજના યુગમાં લોકો સૌથી વધુ પર્યાવરણને નુકસાન પહોંચાડી રહ્યા છે. ત્યારે દરેક લોકો પર્યાવરણને બચાવવા માટે 10 વૃક્ષો વાવવા જોઇએ જેનાથી આવનારા સમયમાં પર્યાવરણનો વ્યાપ વધે અને લોકો સારું જીવન પસાર કરી શકે બીજી તરફ આ સાયકલ યાત્રા થકી પ્રદૂષણમાં પણ ઘટાડો થઈ શકે તેઓ તેઓએ જણાવ્યું હતું. ખાસ કરીને આ સાઇકલયાત્રા કે યુવાનો વધુમાં વધુ રમતગમત ક્ષેત્રે પ્રેરાય તે માટે યુવાનોને અપીલ કરવામાં આવી હતી
સ્વચ્છ ભારત અભિયાન પાણી બચાવો અભિયાન અને કોરોનાથી જાગૃતિ કરવાનો નિર્ધાર કર્યો
ભારતના પશ્ચિમ છેડા થી પૂર્વ છેડા સુધીની 3900 કિલોમીટરની સાયકલ યાત્રા આજે દેશના વડાપ્રધાન દેશને સ્વચ્છ કરવા માટે વિવિધ અભિયાનો ચલાવી રહ્યા છે. જે અંતર્ગત આજે દેશમાંથી અનેક લોકો સ્વચ્છ ભારત અભિયાનમાં જોડાયા છે. ભારત દેશને સ્વચ્છ કરવા ફેર કાર્યક્રમો કરી લોકોમાં જાગૃતિ લાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. બીજી તરફ ભારત દેશમાં સૌથી મોટી સમસ્યા પાણી જોવા મળી રહી છે. ત્યારે હાલમાં લોકો પાણી બચાવવા માટે કેવી રીતે ઉપયોગ કરવો તે માટે પણ વિવિધ કાર્યક્રમો થકી લોક જાગૃતિ લાવવામાં આવી રહી છે.
ડીસા પહોંચેલા સાયકલલીસ્ટોએ પણ લોકોમાં જાગૃતિ લાવવા સાયકલ યાત્રા નીકળી હતી. આ સાયકલ યાત્રા દરમિયાન આ પાંચ રિટાયરમેન્ટ સાયકલલીસ્ટો શહેર અને ગામ ફરી લોકોને પાણી બચાવવા તેમજ ભારતના સ્વચ્છ અભિયાન માં જોડાવા માટે અપીલ કરવામાં આવી રહી છે. આમ 50 વર્ષ ઉપર જ્યારે આરામ કરવાનો સમય હોય છે. ત્યારે આ 5 સાયકલલીસ્ટો હાલ અન્ય યુવાનો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યા છે.