- છેલ્લા કેટલાય દિવસોથી ચોથાનેસડા ગામે નથી મળતું પીવાનું પાણી
- કેટલીય વાર રજૂઆતો કર્યા છતાં અધિકારીઓએ કર્યા આંખ આડા કાન
- ટેન્કર દ્વારા પાણી આપવામાં આવતા થાય છે મહિલાઓ દ્વારા બેડાં યુદ્ધ
બનાસકાંઠા: સરહદી ભારત-પાકિસ્તાનની બોર્ડર પર આવેલું વાવનું ચોથાનેસડા ગામ ભર ઉનાળે કોરોનાની કપરી પરિસ્થિતિમાં છેલ્લા કેટલાય દિવસોથી પીવાનું પાણી ન મળતા પાણી માટે લોકો રઝળપાટ કરી રહ્યા છે. જોકે, તંત્ર દ્વારા રોજના એક-બે ટેન્કર પાણીનું આવે જયારે પાણી માટે મહિલાઓ દ્વારા બેડા યુદ્ધ કરે છે. 3000થી વધુ જન સંખ્યા ધરાવતું અને 2000થી વધુ પશુધન ધરાવતું ચોથાનેસડા ગામે પાણી ન મળતાં તંત્ર સામે રોષ ઠાલવે છે.
લોકો પાણી માટે બેડાયુદ્ધ કરીને પણ પડાપડી કરીને પણ પાણી ભરી રહ્યા છે
બનાસકાંઠા સરહદી બોર્ડર પર આવેલા વાવ તાલુકાના ચોથાનેસડા ગામે બુંદ-બુંદ પાણી માટે મહિલાઓ તેમજ નાના ભૂલકો વલખા મારી રહ્યા છે. છેલ્લા કેટલાક સમયથી રેગ્યુલર પીવાનું પાણી ન મળતા લોકોમાં તંત્ર સામે રોષ ઠાલવી રહ્યા છે. દર ઉનાળે પીવાના પાણીના ધાંધીયા જોવા મળતા હોય છે. જોકે, તંત્ર દ્વારા પાણીના ટેન્કર અપાય છે, પરંતુ કોરોનાની મહામારી વચ્ચે સરકારની કોરોનાની ગાઇડ લાઇનના ધજીયા ઉડતા જોવા મળે છે.
આ પણ વાંચો:જામનગરમાં વૉર્ડ નંબર 6માં પીવાનું પાણી ન મળતા સ્થાનિકોમાં આક્રોશ
છેલ્લા કેટલાય દિવસોથી ચોથાનેસડા ગામે નથી મળતું પીવાનું પાણી
બનાસકાંઠાના છેવાડે આવેલા ચોથાનેસડા ગામના નાગરિકે જણાવ્યું હતું કે, નાના ભૂલકાઓ ટેન્કર પર પાણી ભરવા આવે છે. એમાં પાણી ભરતા પડી પણ જવાય છે. જવાબદાર તંત્રની નિષ્ફળતા નીવડે છે. છેલ્લા 20 વરસથી ચોથાનેસડા ગામે પાણીની સમસ્યા છે. પણ આજ દીન સુધી પાણીનો પ્રશ્ન હલ નથી થયો. ચોથનેસડા ગામના લોકો દર ઉનાળે પાણી માટે હેરાન થાય છે. છતાં ચોથાનેસડા ગામની કોઈ અધિકારી કે સ્થાનિક ધારાસભ્ય ગામની મુલાકાત લેતા નથી. વધુમાં જણાવ્યું હતું કે, અમારે ભિખારીઓની જરૂર નથી અમને સત્તાધીશોની જરૂર છે.
આ પણ વાંચો:પીવાનું પાણી દૂષિત આવતા સ્થાનિકોમાં રોષ
લોકો ઉનાળોમાં ધોમધખતા તાપમાં ટેન્કર મારફતે પાણી પોકાડવા તંત્ર બન્યું મજબૂર
સરકાર દ્વારા કરોડો રૂપિયા ખર્ચી લોકોને પીવા માટે પાણીની પાઇપ લાઈનો નાખવામાં આવી છે. ત્યારે આ પાઇપ લાઈનોમાંથી રાજકીય આગેવાનો તેમાં તેમના સબધીયો દ્વારા પાઇપ લાઈનમાં ગેરકાયદેસર કનેક્શન કરી ચોરી કરતા હોવા છતાં તંત્ર દ્વારા લાચાર ગરીબો વિરુદ્ધ કાયદેસરના પગલાં ભરીને રાજકીય આગેવાનોને ચાવરતા હોવાના આક્ષેપો ઉધવા પામ્યા હતા. તેમજ પાઇપ લાઈન મારફતે પાણી પહોંચડવામાં નિષ્ફળ નિવડેલા તંત્રએ ટેન્કર મારફતે પાણી પહોંચાડવાની ફરજ પડતા ઉનાળાની કાળજાર ગરમીમાં બુંદ-બુંદ પાણી મેળવવા ટેન્કર આવતાની સાથે મહિલાઓ બાળકો તેમજ વૃદ્ધો દોડ મૂકે છે.