- કોરોનાની મહામારી બાદ જિલ્લામાં રોગચાળાનું પ્રમાણ વધ્યું
- વરસાદની ઋતુ બાદ જિલ્લામાં રોગચાળાથી હોસ્પિટલો ઉભરાઈ
- જિલ્લામાં પાલનપુર અને ડીસામાં 45 ડેન્ગ્યુના કેસ સામે આવ્યા
- વરસાદ બાદ રોગચાળામાં વધારો
બનાસકાંઠા: ચાલુ વર્ષે ચોમાસાની ઋતુ શરૂ થઇ ગઇ હોવા છતાં શરૂઆતના દિવસોમાં વરસાદ જોવા મળ્યો ન હતો, પરંતુ હવે ચોમાસું પૂર્ણ થવાની આરે છે ત્યારે જિલ્લામાં સારો એવો વરસાદ થઈ રહ્યો છે, પરંતુ તેની સાથે-સાથે રોગચાળાનું પ્રમાણ પણ દિવસેને દિવસે વધી રહ્યું છે. ખાસ કરીને વાત કરવામાં આવે તો વરસાદના કારણે ભરાતા વરસાદી પાણીના કારણે હાલમાં મચ્છરોનો ઉપદ્રવ વધી જવા પામ્યો છે. જેના કારણે સતત રોગચાળાના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ વરસાદી પાણીમાંથી મચ્છરજન્ય રોગચાળો સતત વધે છે
જિલ્લામાં મોટાભાગના શહેરોમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે ઠેર-ઠેર વરસાદી પાણી ભરાઈ રહ્યા છે અને આ વરસાદી પાણીમાંથી મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહ્યો છે. જેના કારણે હાલમાં તાવ, શરદી, ખાંસી જેવી બીમારીઓમાં સતત વધારો જોવા મળી રહ્યો છે.
જિલ્લામાં ડેન્ગ્યૂના કેસમાં વધારો
બનાસકાંઠામાં આ વર્ષે વરસાદ ખેંચાતા પાણીજન્ય રોગચાળો વકર્યો છે. જેમાં આ વખતે ડેન્ગ્યૂના પણ 45 જેટલા કેસો નોંધાયા છે. કોરોના બાદ હવે ડેન્ગ્યૂના કેસ વધતા આરોગ્ય વિભાગની મુશ્કેલીઓ વધી છે અને સૌથી વધુ પાલનપુર અને ડીસામાં ડેન્ગ્યૂના કેસ નોંધાતા વધતા જતા રોગચાળાને અટકાવવા માટે આરોગ્ય વિભાગ સમર્પિત છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ પાણીજન્ય રોગચાળામાં સતત વધારો નોંધાયો
સતત કેસની સંખ્યામાં વધારો થતાં આરોગ્ય વિભાગની ટીમ હરકતમાં આવી છે. ખાસ કરીને ડીસા અને પાલનપુર વિસ્તારમાં પાણીના નિકાલ માટેની વ્યવસ્થા ન હોવાના કારણે હાલમાં પાણીજન્ય રોગચાળામાં સતત વધારો થઈ રહ્યો છે. આ પરિસ્થિતિમાં લોકોમાં બીમારીનું પ્રમાણ વધતા લોકોમાં પણ કોરોના મહામારી જેવો માહોલ જોવા મળી રહ્યો છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ આરોગ્ય વિભાગ દ્વારા ટીમો બનાવી કરાઇ કામગીરી શરૂ
બનાસકાંઠામાં સતત પાણીજન્ય રોગથી બીમારીનું પ્રમાણ વધતાં જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા ડીસા અને પાલનપુરમાં 75 -75 રેક્ટર કન્ટ્રોલ મેમ્બર દ્વારા સર્વેની કામગીરી શરૂ કરવામાં આવી છે. રહેણાંક મકાનો, કોમર્શિયલ તેમજ સરકારી કચેરી અને વસાહતોમાં પણ કોઈ જગ્યાએ પાણી ભરાયા હોય તો તેના નિકાલ માટે તેમજ પાણીમાં પોરા પડ્યા હોય તો દવા છાંટવામાં આવે છે. ડીસાથી પાલનપુરમાં હાલમાં આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડેન્ગ્યૂના કેસમાં ઘટાડો થાય અને લોકો સુરક્ષિત રહે તે માટે સતત કામગીરી કરવામાં આવી રહી છે.
આરોગ્ય વિભાગ દ્વારા ક્લોરીનેશનની કામગીરી શરૂ આરોગ્ય વિભાગ દ્વારા નોટિસ અપાઈ
બનાસકાંઠાના ડીસા અને પાલનપુરમાં ડેન્ગ્યૂના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. તેના કારણે આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે અને સરકારી કચેરીઓમાં કોઈ જગ્યાએ કર્મચારીઓની બેદરકારીના કારણે આવું પાણી ભરાયું હોય અને રોગચાળો વકરે તેવી સ્થિતિ સર્જાઈ હોય તો નોટિસ પણ આપવામાં આવી છે. ડીસા અને પાલનપુરમાં નગરપાલિકા સંચાલિત તમામ પાણીના બોર પર નિયમિત ક્લોરીનેશન થાય છે કે કેમ તે પણ ચકાસણી હાથ ધરાઇ હતી. જેમાં ડીસા ખાતે નગરપાલિકાની બેદરકારીના કારણે ત્રણ બોરમાં પાણીનું ક્લોરીનેશન બંધ હોવાનું પણ સામે આવ્યું હતું. જેથી આરોગ્ય વિભાગે તરત જ નગરપાલિકાને આ અંગે જાણ કરી હતી.
આ પણ વાંચો-રાજકોટમાં વકર્યો પાણીજન્ય રોગચાળો, 30 ટકા કેસ વધ્યા
આ પણ વાંચો-સુરતના સાયણ ગામમાં ઝાડા ઉલટીના એકસાથે 100 કેસ, આરોગ્ય તંત્ર થયું દોડતું