ગુજરાત

gujarat

ETV Bharat / state

ડીસામાં ચિકનગુનિયાનો કેસ નોંધાયો, આરોગ્ય વિભાગ એકશનમાં - ચિકન ગુનિયા

ડીસા: બનાસકાંઠા જિલ્લાના ડીસા તાલુકામાં આવેલા મહાદેવીયા ગામમાંથી ચિકનગુનિયાનો પોસેટિવ કેસ નોંધાયો હતો. જે બાદ આરોગ્ય તંત્રએ તમામ દર્દીઓના રક્તના નમુના લઈ પરીક્ષણ અર્થે મોકલ્યા હતા.

ડીસામાં ચિકન ગુનિયાનો પોલેટિવ કેસ નોંધાયો

By

Published : Sep 5, 2019, 2:44 PM IST

બનાસકાંઠા જિલ્લામાં ભાદરવા મહિનાની શરૂઆત થતા બીમારીઓએ માથું ઉચક્યું છે. ડીસા તાલુકામાં આવેલા મહાદેવીયા ગામના ચાર લોકોમાં ચિકનગુનિયાના લક્ષણો જોવા મળ્યા હતા. મહાદેવિયા ખાતે રહેતા પ્રતાપભાઈ પઢિયારના પરિવારના ત્રીસ વર્ષીય કમલાબેન, ત્રિસ વર્ષીય સિતાબેન, ચૌદ વર્ષીય સપનાબેન અને નવ વર્ષીય નારણભાઇને અચાનક તાવ આવતા ડીસાની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લઈ ગયા હતા. જ્યાં ખાનગી તબીબે સારવાર આપ્યા બાદ આ ચારેય દર્દીઓમાં ચિકનગુનિયાના લક્ષણો હોવાનું જણાવ્યું હતું.

ડીસામાં ચિકન ગુનિયાનો પોલેટિવ કેસ નોંધાયો

મહાદેવિયા ગામમાં ચિકનગુનિયાના કેસ હોવાનું સામે આવતા ડીસાનું આરોગ્ય વિભાગ પણ હરકતમાં આવ્યું હતું. બિમાર દર્દીઓના ઘરે જઈ તમામ જગ્યાઓનું નિરીક્ષણ કર્યા બાદ દર્દીઓના રક્તના નમુના લઈ નિરીક્ષણ અર્થે મોકલ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details