21મી તારીખે જ્યારે થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે. ભાજપના ઉમેદવારને જીતાડવા માટે મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી. થરાદ વિધાનસભાની પેટાચૂંટણીને આડે હવે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે. આ સીટ કબ્જે કરવા માટે ભાજપ અને કોંગ્રેસ બંને એડીચોટીનું જોર લગાવી રહ્યા છે.
થરાદમાં CMની સભા યોજાઈ, કોંગ્રેસ પર કર્યા શાબ્દિક પ્રહાર - વિધાનસભાની પેટા ચૂંટણી
બનાસકાંઠાઃ થરાદ ખાતે વિધાનસભાની પેટા ચૂંટણી યોજાવાની છે ત્યારે ભાજપના ઉમેદવારને જીતાડવા માટે ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ થરાદ ખાતે સભા સંબોધી હતી.
જેમાં ગુરુવારના રોજ થરાદ ખાતે મુખ્યપ્રધાન રૂપાણીની જાહેર ચૂંટણી સભાનું આયોજન કરાયું હતું. જેમાં મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ કોંગ્રેસની ઝાટકણી કાઢી હતી. અત્યાર સુધી કોંગ્રેસ માત્ર પાકિસ્તાનની ભાષા બોલતી હતી. આતંકવાદીઓ કોંગ્રેસના માસિયાઈ ભાઈ છે. કોંગ્રેસે અત્યાર સુધી સમાજ વચ્ચે ઝઘડા કરાવ્યા છે અને કોમી તોફાનો પણ કરાવ્યા છે. કોંગ્રેસના લોકોએ અત્યાર સુધી માત્ર પૈસા જ ખાધા છે અને કોંગ્રેસ અનેક નેતાઓ પર પણ હાલમાં તપાસ ચાલી રહી છે. 370ની કલમને કારણે અત્યાર સુધી 41 હજાર જેટલા લોકો શહીદ થયા છે અને તેમ છતાં કોંગ્રેસ આ કલમને પકડીને બેઠી હતી ત્યારે આ વખતે પેટા ચૂંટણીમાં કોંગ્રેસનો સફાયો થઇ જશે તેમ મુખ્યપ્રધાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું.