- ગુજરાત રાજ્યના નવા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે શક્તિપીઠ અંબાજીની મુલાકાતે
- ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્યે પ્લોટની ફાળવણી
- મુખ્યપ્રધાન સહીત રાજ્યપ્રધાનનું ફુલહાર તેમજ રાવણ હથ્થો ભેટ આપી તેમને આવકાર્યા
બનાસકાંઠા: ગુજરાત રાજ્યના નવા નિમાયેલા મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ આજે 13 ઓક્ટોબરે શક્તિપીઠ અંબાજીની મુલાકાત દરમિયાન ગબ્બર ગઢની મુલાકાતે પહોંચ્યા હતા. જ્યાં અંબાજી ગબ્બર પંથકના 33 જેટલા વિચરતી અને વિમુક્ત જાતિના પરિવારને ઘરથાળના વિનામૂલ્ય પ્લોટની ફાળવણીને લઈ સનદોનું પણ વિતરણ કરવામાં આવ્યું હતું. જ્યાં વિચારતી જાતિના લોકોએ પણ મુખ્યપ્રધાન સહીત રાજ્યપ્રધાનને ફુલહાર તેમજ રાવણ હથ્થો ભેટ આપી તેમને આવકાર્યા હતા. વિનામૂલ્ય રહેણાંકના પ્લોટોનું વિતરણ કરતા દાંતા તાલુકાના કુંભારીયા ખાતે સર્વે નંબર 136 માં 6 હજાર ચોરસ મીટર જમીનમાં 80 ચોરસ મીટરની મર્યાદામાં આ મફત પ્લોટ ફાળવાના હુકમ કરવામાં આવ્યા છે.