ગુજરાત

gujarat

ETV Bharat / state

લોકડાઉન વચ્ચે ભીલડી પંથકમાં UGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું - corona latest news

ભીલડી વિસ્તારના ગામડાઓમાં ખેડૂતો ખેતીના વીજ કનેક્શન અને વારંવાર તપાસણી કરી લોડ વધારો આપવામાં આવતા ભીલડી પંથકના ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે

લોકડાઉન વચ્ચે  ભીલડી પંથકમાં UGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું
લોકડાઉન વચ્ચે ભીલડી પંથકમાં UGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

By

Published : May 26, 2020, 7:38 PM IST

બનાસકાંઠાઃ કોરોના વાયરસની મહામારીના કારણે થયેલા લોકડાઉનને લઇ આર્થિક સ્થિતિ પણ વિકટ બની છે. ત્યારે, ખેતી કરતો જગતનો તાત પણ બાકાત રહ્યો નથી. 44 ડીગ્રી તાપમાન વચ્ચે ખેતીના પાક પકવતા ખેડૂતોને પણ લોકડાઉનને લઇ આર્થિક નુકસાન થઈ રહ્યું છે.

લોકડાઉન વચ્ચે ભીલડી પંથકમાં UGVCL દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું

ખેડૂતોને સરકાર રાહત આપે તેવી માગ ઉઠી છે. પરંતુ ભીલડી વિસ્તારમાં લોકડાઉન વચ્ચે ખેડૂતોને સહાયના બદલે ખેતીના વીજ કનેક્શનની તપાસણી કરી લોડ વધારો આપવામાં આવી રહ્યો છે. અત્યારે જગતનો તાત આર્થિક મંદી વચ્ચે UGVCL દ્વારા લોડ વધારો આપવામાં આવી રહ્યો છે. ભીલડી પંથકમાં છેલ્લા કેટલાક દિવસોથી વીજ ચેકિંગના નામે ખેડૂતોને વધારાનો લોડ વધારો મગાવી ફરજિયાત દબાણ કરવામાં આવી રહ્યું છે.

આ બાબતે UGVCL ના સુત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે અત્યારે ખેડૂતોને માત્ર લોડ વધારો જ આપવામાં આવી રહ્યો છે. અને ખેડૂતો લોડ વધારો નહી માગે તો દંડ પણ ફટકારવામાં આવશે. તેમ છતાં સરકાર માત્ર ખેડૂતોને હેરાન કરતી હોવાથી ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. દિવસે દિવસે પાણીના તળ ઉંડા જઈ રહ્યા છે. જેથી ખેડૂતોને બોરવેલ નાખેલી મોટરો વધુ લોડ લેતી હોય છે. જેને લઇ વીજ કંપની દ્વારા વધારાના લોડના નામે દંડ વસુલ કરવામાં આવી રહ્યા છે. લોક ડાઉન વચ્ચે પણ UGVCL દ્વારા ખેડૂતોને લોડ વધારો મંગાવવામાં આવી રહ્યો છે. અને ખેડૂતોને ફરજ પાડવામાં આવે છે. ત્યારે રાજકીય આગેવાનો અને ખેડૂત આગેવાનો પણ ચૂપકીદી સેવી રહ્યા છે.

ABOUT THE AUTHOR

...view details