પાલનપુરઃ જિલ્લાના દિયોદર તાલુકાના જસાલી ગામના આજૂ-બાજૂ વિસ્તારમાં મંગળવારે વહેલી સવારે UGVCL વિદ્યુત બોર્ડની 10 ગાડીના કાફલા સાથે ચેકિંગ હાથ ધરવામાં આવતા ખેડૂતોમાં ભારે ફફડાટ જોવા મળ્યો હતો. જેમાં વીજ કનેક્શનમાં લોડ બાબતે અધિકારીઓ દ્વારા લાખો રુપિયાનો દંડ ફટકારતા ખેડૂતો ભારે રોષે ભરાયા હતા.
બનાસકાંઠાના દિયોદર તાલુકાના ખેડૂતોના વીજ કનેકશનનું ચેકિંગ હાથ ધરાયું - ખેડૂતોના વીજ કનેકશનનું ચેકિંગ
બનાસકાંઠા જિલ્લામાં એક બાજૂ કમોસમી વરસાદના કારણે ખેડૂતોની હાલત કફોડી બની છે. જેમાં દિયોદર તાલુકામાં વીજ કનેક્શનમાં લોડ બાબતે ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. આ ચેકિંગ હાથ ધરાતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળ્યો છે. જો કે, સમગ્ર મામલે ખેડૂતોએ બાંહેધરી આપતા અધિકારીઓ પરત ફર્યા હતા.
દિયોદર તાલુકાના ખેડૂતોના વીજ કનેકશનનું ચેકિંગ હાથ ધરાયું
એક બાજૂ કમોસમી વરસાદને કારણે ખેતીના પાક નિષ્ફળ ગયો છે, ત્યારે ખેડૂતોની હાલત સુડી વચ્ચે સોપારી જેવી બની છે. જેમાં એકા-એક વીજ કનેક્શન લોડનું વિદ્યુત બોર્ડના અધિકારીઓ દ્વારા ચેકિંગ આવતા ખેડૂતો એકઠા થયા હતા અને લાખો રુપિયાનો દંડ ક્યાંથી ભરી શકીએ તેને લઇને ખેડૂતો ભારે રોષે ભરાયા હતા અને અધિકારીઓને ખેડૂતોએ લોડ વધારે માગી લેવા બાંહેધરી લખી આપતા આખરે મામલો શાંત થયો હતો. જો કે, ખેડૂતોએ બાંહેધરી આપતા ખેડૂતો પરત ફર્યા હતા.
Last Updated : Jan 28, 2020, 5:06 PM IST