બનાસકાંઠાઃ જિલ્લાના છાપી પાસે આવેલા શેરપુરા ગામમાંથી IOCની ઓઇલની પાઇપ લાઇન પસાર થાય છે, જેમાંથી ચોરી થતી હોવાની માહિતી મળતા જ IOCના અધિકારીઓએ છાપી પોલીસ અને SOGની ટીમને સાથે રાખી તપાસ શરૂ કરી હતી. જેમાં શેરપુરા ગામ નજીક એક ખેતરમાંથી સલાયા મથુરા પાઇપ લાઇનમાં પંચર કરી તેના પર વાલ્વ ફિટ કરી ઓઈલ ચોરી થતાં પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા.
બનાસકાંઠાના છાપી ગામ પાસે ઓઇલની ચોરીનું કૌભાંડ ઝડપાયું, SOGએ અજાણ્યા ચોરો વિરુદ્ધ નોંધી ફરિયાદ - બનાસકાંઠા
બનાસકાંઠાના છાપી ગામ પાસે પાઇપ લાઇનમાંથી ઓઈલ ચોરી કૌભાંડ સામે આવ્યું છે, જે મામલે પોલીસે પાઇપ, ટેન્કર સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરી અજાણ્યા ચોરો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
બનાસકાંઠાના છાપી ગામ પાસે ઓઇલની પાઇપ લાઇનમાંથી ચોરી કૌભાંડ ઝડપાયું
જો કે રાત્રીના સમયે અંધારાનો લાભ લઈ ચોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. અધિકારીઓ અને પોલીસે હાલમાં ચોરીના ગુનામાં વપરાયેલા ટેન્કર, પાઇપલાઇન સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે અજાણ્યા શખ્સો સામે ગુનો નોધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.