બનાસકાંઠાઃ આજના આ યુગમાં રોજેરોજ અલગ-અલગ ચમત્કારી ઘટનાઓ (Koreti village of Banaskantha)સામે આવતી હોય છે જેના કારણે લોકોમાં ચમત્કારી ઘટનાઓને લઇને આસ્થા ઉભી થતી હોય છે. બનાસકાંઠા જિલ્લામાં પણ એવી અનેક ઘટનાઓ બની છે. બનાસકાંઠાના ભારત- પાકિસ્તાનની બોર્ડરને આવીને આવેલા સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં એક અચરજ પમાડે તેવી ઘટના (Changed color of lake)સામે આવી છે. સુઇગામ તાલુકાના કોરેટી ગામમાં શંકર ભગવાનના મંદિરની બાજુમાં આવેલા વર્ષો જૂના તળાવમાં છેલ્લા પાંચ દિવસથી એકાએક તળાવના પાણીનું કલર બદલાઈ રહ્યો છે. પાણીનો જે કલર છે એ ગુલાબી કલરનું પાણી થઈ જતા લોકોમાં અચરજ પામેલી જોવા મળી રહી છે.
આ પણ વાંચોઃકૌતુકઃ માંગરોળના દરિયાના પાણીનો બદલાયો રંગ
તળાવનું પાણી શા કારણે બદલાયું -આ સમગ્ર ઘટના અંગે લોકોનું કહેવું છે કે આ તળાવમાં દિવસમાં ત્રણ વાર પાણીનો કલર (color of the water changed)બદલાઈ રહ્યો છે. એક મોટો ચમત્કાર થયો છે તો બીજી બાજુ કેટલાક લોકો માની રહ્યા છે કે અહીં સરહદી વિસ્તાર હોવાના કારણે જમીનથી છે તે ક્ષારવાળી અને મીઠાવાળી હોવાના કારણે ગળામાં જે પાણી પડ્યું છે બધું પાણી છે અને તે પાણીમાં ક્ષારના કારણે કલર બદલાયું હોય તેવું અનુમાન લગાવી રહ્યા છે. જોકે હાલ તો અહીંના લોકો આ તળાવના પાણીને આસ્થા સાથે જોડી રહ્યા છે અહીંના લોકો ખુશી મનાવી રહ્યા છે કે અમારા ગામમાં શંકર ભગવાનનું મંદિર હોવાના કારણે એક જ ચમત્કાર થયું છે. તો બીજી બાજુ એક રહસ્યએ પણ છે કે આ તળાવનું પાણી શા કારણે બદલાયું હશે.