ગુજરાત

gujarat

ETV Bharat / state

પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન - election

ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલા પાંથાવાડા માર્કેટ યાર્ડ(Panthawada Market Yard)ની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. જેમાં જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ પ્રધાન ફાલ્ગુનીબેન ત્રિવેદી અને વર્તમાન ચેરમેન સવસીભાઇ પટેલની પેનલની હાર થઈ છે, જ્યારે પૂર્વ ચેરમેન રેસાભાઇ પટેલની પેનલનો ભવ્ય વિજય થયો છે.

પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન
પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન

By

Published : Jul 11, 2021, 9:52 AM IST

  • 16માંથી 11 બેઠક પર પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલની પેનલ વિજેતા
  • વર્તમાન ચેરમેન સવસી પટેલ અને જિલ્લા ભાજપ સસ્પેન્ડેડ પ્રધાન ફાલ્ગુનીબેન ત્રિવેદીની પેનલની હાર
  • બનાસકાંઠા જિલ્લા માર્કેટયાર્ડ ચૂંટણી

બનાસકાંઠાઃ માર્કેટ યાર્ડ(Market Yard)ની ચૂંટણી રસાકસી બની રહી છે, આ ચૂંટણીઓ આમ તો સરકાર દ્વારા યોજાતી હોય છે, પરંતુ હવે બનાસકાંઠા(Banashkatha) જિલ્લાની ચૂંટણીઓ ભાજપ અને ભાજપ વચ્ચે યોજાઈ રહી હોય તેવું સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. બનાસકાંઠા (Banashkatha)જિલ્લાની લાખણી માર્કેટ યાર્ડની ચૂંટણીમાં ભાજપના ઉમેદવાર સામે ભાજપના ઉમેદવાર ઉમેદવારી કરતા ચૂંટણી સ્થગિત કરવામાં આવી હતી.

પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લામાં સહકારી માળખાની ચૂંટણીઓના વિવાદોમાં બનાસડેરીના ચેરમેન અને વાઇસ ચેરમેન આમને-સામને

માર્કેટ યાર્ડમાં 16 ડિરેકટરો માટે ચૂંટણી યોજાઈ હતી

પાંથાવાડા માર્કેટ યાર્ડ(Panthawada Market Yard)ની ચૂંટણીમાં ભાજપના જ હોદ્દેદારો સામ-સામે ચૂંટણી લડયા હતા, ત્યારે દાંતીવાડા તાલુકાના પાંથાવાડા માર્કેટ યાર્ડ(Panthawada Market Yard)ની ચૂંટણી(Election)નું પરિણામ જાહેર થઈ ગયું છે. ગઈકાલે આ માર્કેટ યાર્ડ(Market Yard)માં 16 ડિરેકટરો માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં સવારથી જ માર્કેટ યાર્ડના વેપારીઓ અને ખેડૂતોએ મોટી સંખ્યામાં પોતાના ઉમેદવાર વિજયી બને તે માટે મતદાન કર્યું હતું. જેના કારણે પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીમાં ગઈકાલે 98 ટકા મતદાન થયું હતું.

પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન

પાંથાવાડા માર્કેટયાર્ડની ચૂંટણીનું પરિણામ જાહેર

પાંથાવાડા માર્કેટયાર્ડ(Panthawada Market Yard) ચૂંટણીની વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મતગણતરી શરૂ કરાઇ હતી. આ મતગણતરીમાં 16માંથી 11 બેઠકો પર પૂર્વ ચેરમેન રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા છે, જ્યારે વર્તમાન ચેરમેન સવસીભાઈ પટેલની હાર થઈ છે.

ખરીદ વેચાણ વિભાગની 10માંથી 9 બેઠકો પર રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા

આ ચૂંટણીમાં જિલ્લા ભાજપના સસ્પેન્ડેડ પ્રધાન ફાલ્ગુનીબેન ત્રિવેદીની પેનલના પણ સુપડા સાફ થઈ ગયા છે, ખરીદ વેચાણ વિભાગની 10માંથી 9 બેઠકો પર રેસાભાઈ પટેલના ઉમેદવારો વિજેતા થયા હતા, જ્યારે એક બેઠક સવસીભાઈ પટેલના ફાળે ગઈ હતી. આ સિવાય વેપારી વિભાગની ચારેય બેઠક પર સવસીભાઈ પટેલના ઉમેદવારોની જીત થઇ હતી અને અન્ય બે બેઠકો પર રેસાભાઇ પટેલના ઉમેદવારો જીતતા રેસાભાઈ પટેલની પેનલને કુલ 16માંથી 11 બેઠક પર મળી છે.

પાંથાવાડામાં માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન પેનલનો ફૂંકાયો પવન

આ પણ વાંચોઃ મોડાસા માર્કેટ યાર્ડના ચેરમેનની ચૂંટણી યોજાઈ

માર્કેટયાર્ડની ચૂંટણીમાં પરિવર્તન

ઉલ્લેખનીય છે કે, પાંથાવાડા માર્કેટ યાર્ડ(Panthawada Market Yard)ની ચૂંટણીમાં ત્રણેય પેનલ ભાજપ સમર્થિત ઉમેદવારોની હતી. જો કે, ત્રણેયમાંથી પૂર્વ ચેરમેન રેસાભાઇ પટેલની પેનલનો જ્વલંત વિજય થતા માર્કેટયાર્ડ(Market Yard)માં પરિવર્તનનો પવન ફૂંકાયો છે. પાંથાવાડા માર્કેટયાર્ડ(Panthawada Market Yard)ની ચૂંટણીનું પરિણામ જાહેર થતા પરિવર્તન પેનલનો ભવ્ય વિજય થયો હતો અને વર્તમાન પેનલની કારમી હાર થઇ હતી. પરિવર્તન પેનલનો વિજય થતાં તેમના સમર્થકોમાં ખુશી જોવા મળી હતી અને તમામ વિજેતા ઉમેદવારોને ફૂલહાર પહેરાવી સન્માનિત કરવામાં આવ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details