ગુજરાત

gujarat

ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, ધુમ્મસને લઇ ખેડૂતોમાં ચિંતા - DEESA

બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે દિવસથી વાદળછાયા વાતાવરણ બાદ આજે વહેલી સવારથી જ ચોતરફ ધુમ્મસ વાળુ વાતાવરણ બની ગયું હતું. જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવો માહોલ સર્જાયો હતો ધુમ્મસભર્યા વાતાવરણના કારણે હાઈવે પર વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો.

બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, ધુમ્મસને લઇ ખેડૂતોમાં ચિંતા
બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો, ધુમ્મસને લઇ ખેડૂતોમાં ચિંતા

By

Published : Jan 5, 2021, 5:29 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ
  • વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો
  • બટાટા, રાયડો, ધીરુ અને એરંડાના પાકમાં નુકસાનની ભીતિ

    ડીસાઃ બનાસકાંઠા જિલ્લામાં હવામાન વિભાગે 2થી 4 તારીખ સુધી વરસાદની આગાહી કરી હતી. પરંતુ આ તારીખોમાં વરસાદ ન પડતા ખેડૂતોમાં ચિંતા ઓછી થઇ હતી. પરંતુ આજે વહેલી સવારે અચાનક ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખેડૂતોના માથે ફરી એકવાર ચિંતા જોવા મળી રહી છે. ડીપ ડિપ્રેશન સ્થિતિ સર્જાતાં બનાસકાંઠા જિલ્લા સહિત સમગ્ર ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વાદળછાયું વાતાવરણ બની ગઈ છે, તો કેટલીક જગ્યાએ વરસાદ પડ્યો છે. જેમાં બનાસકાંઠા જિલ્લામાં પણ બે દિવસથી વાદળછાયું વાતાવરણ થયા બાદ આજે વહેલી સવારથી વાતાવરણમાં ધુમ્મસ છવાયું હતું.

  • ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઈ

    બનાસકાંઠા જિલ્લામાં આજે વહેલી સવારથી જ ધુમ્મસભર્યું વાતાવરણ થઇ જવા પામ્યું હતું. સવારથી ચારેબાજુ કંઈક જોવા મળતું ન હતું જેના કારણે ભરશિયાળે ચોમાસા જેવી સ્થિતિ સર્જાઇ હતી. બનાસકાંઠા જિલ્લામાં હવમાન વિભાગે આપેલી આગાહી બાદ આજે વહેલી સવારથી જ ધુમ્મસ જેવું વાતાવરણ સર્જાયું હતું. લોકોએ ઘેર બેઠા જ કાશ્મીર જેવા માહોલ જોયો હતો. આમ તો બનાસકાંઠા જિલ્લો રણની કાંધીને અડીને આવેલો જિલ્લો છે. જેના કારણે ઘુમ્મસ જેવું વાતાવરણ ક્યારે લોકોએ જોવા મળતું નથી. પરંતુ આજે વહેલી સવારથી જ અચાનક વાતાવરણમાં ધુમ્મસ સર્જાતા લોકોમાં આનંદ જોવા મળ્યો હતો. લોકોએ શિયાળાની ઋતુમાં ચોમાસા જેવી ઋતુનો અનુભવ કર્યો હતો.
    બનાસકાંઠા જિલ્લાના વાતાવરણમાં પલટો


  • વાહનચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો

    બનાસકાંઠા જિલ્લામાં આજે ધુમ્મસભર્યા વાતાવરણના સૌથી વધુ અસર વાહનચાલકો પર જોવા મળી હતી. ખાસ કરીને વાત કરવામાં આવે તો ડીસા શહેરમાં આજે વહેલી સવારથી ધુમ્મસભર્યા વાતાવરણના કારણે વાહનચાલકોને વાહન ચલાવવામાં ભારે મુશ્કેલી વેઠવી પડી હતી. વાહનચાલકોએ દિવસે જ ધુમ્મસભર્યા વાતાવરણના કારણે લાઈટો ચાલુ રાખીને વાહન ચલાવવું પડ્યું હતું. ચારે બાજુ માત્ર ધુમ્મસ હોવાના કારણે વાહનચાલકોને સામાજિક કોઈપણ સાધન ન દેખાતા ભારે હાલાકી ભોગવવી પડી હતી. બનાસકાંઠા જિલ્લો એ ડીસા શહેરમાં ખેડૂતો મોટા પ્રમાણમાં સવારથી જ માર્કેટમાં શાકભાજી બનાવવા માટે આવતા હોય છે. પરંતુ આજે ધુમ્મસભર્યા વાતાવરણના કારણે ખેડૂતો પણ શાકભાજી લઈને મોટા પ્રમાણમાં આવતા નજરે પડ્યા હતાં. દરરોજના સવારના સમયે વાહન ચાલકોથી જે રસ્તા ઉપર આવતાં હતાં તે રસ્તાઓ આજે તે રસ્તાઓ આજે ધુમ્મસવાળા વાતાવરણના કારણે સૂમસામ બન્યા હતાં.


  • વાદળછાયા વાતાવરણથી ખેડૂતોમાં ચિંતા

    બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસ ભર્યા વાતાવરણ થી સૌથી વધુ ચિંતા ખેડૂતો પર જોવા મળી હતી ખાસ કરીને હવામાન વિભાગે બે દિવસની કરેલી વરસાદની આગાહી બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો આવતા ખેડૂતોમાં ચિંતા ઊભી થઈ હતી હાલમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટા રાયડો જીરુ અને એરંડાનું ખેડૂતોએ મોટા પ્રમાણમાં વાવેતર કર્યું છે અને વારંવાર બદલાતા વાતાવરણથી ખેડૂતો છેલ્લા ચાર-પાંચ વર્ષથી નુકસાન વેઠી રહ્યા છે ત્યારે આજે ફરી એકવાર વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોએ પોતાના પાકમાં નુકસાન થવાની ભીતિ જોવા મળી રહી છે ડીસા શહેરમાં સૌથી વધુ બટાટાનું વાવેતર ખેડૂતોએ કરી છે પરંતુ આજે જે પ્રમાણે વાતાવરણમાં આવેલા પલટાને કારણે ખેડૂતોમાં ફરી એકવાર ચિંતા ઊભી થઈ છે..

  • બદલાતા વાતાવરણથી કયા કયા પાકમાં નુકસાન અને તેનાથી બચવા ખેડૂતોએ શું કરવું

    બનાસકાંઠા જિલ્લામાં આજે આવેલા વાતાવરણ પલટાના કારણે અને પાકોમાં નુકસાન થવાની ભીતિ છે. બટાકા સંશોધન કેન્દ્રના વૈજ્ઞાનિકે જણાવ્યું હતું કે હાલમાં બનાસકાંઠા જિલ્લામાં બટાટા રાયડુ એરંડા જેવા પાકોનું બનાસકાંઠા જિલ્લામાં સૌથી વધુ વાવેતર કરેલુ છે અને જો બનાસકાંઠા જિલ્લામાં ધુમ્મસભર્યું વાતાવરણ રહે તો ફૂગ થી થતા રોગો વધુ પ્રમાણમાં આવી શકે તેમ છે. બટાટામાં આગોતરા સુકારા અને પાછોતરા સુકારા જેવા રોગ આવી શકે છે. તો બીજી તરફ વાદળછાયા વાતાવરણથી સૌથી વધુ જીરાના પાકમાં કાળીયા નામનો રોગ આવવાથી નુકસાનની ભીતિ થઈ શકે તેમ છે. આ તમામ રોગોથી બચવા માટે ખેડૂતોએ ફૂગનાશક દવાનો ઉપયોગ કરવો જોઈએ અને હાલમાં કોઈપણ પાકમાં પીયત ન કરવા ખેડૂતોને સલાહ આપવામાં આવી હતી.

ABOUT THE AUTHOR

...view details