ગુજરાત

gujarat

ETV Bharat / state

આ તારીખથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ, અંબાજી મંદિરમાં થતી અખંડ ધૂન મુલતવી રખાઇ - ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં

હિંદુ કેલેન્ડર અનુસાર વર્ષમાં 4 વાર નવરાત્રિનો તહેવાર આવે છે. તેમાં આસો માસની અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાતું હોય છે. આ વર્ષે ચૈત્ર નવરાત્રિ 13થી 21 એપ્રિલ સુધી ઉજવાશે. પરંતુ, કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

આ તારીખથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ, અંબાજી મંદિરમાં થતી અખંડ ધૂન મુલતવી રખાઇ
આ તારીખથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ, અંબાજી મંદિરમાં થતી અખંડ ધૂન મુલતવી રખાઇ

By

Published : Apr 8, 2021, 2:03 PM IST

  • આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો થશે પ્રારંભ
  • કોરોના મહામારીને લઈને અખંડ ધૂન મુલતવી રખાઈ
  • શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇનનું પાલન કરવું બનશે ફરજીયાત

અંબાજી:આગામી 13 એપ્રિલથી ચૈત્રી નવરાત્રીનો પ્રારંભ થઇ રહ્યો છે. આમ તો, વર્ષ દરમિયાન 4 નવરાત્રી આવતી હોય છે. તેમાં આસો માસની અને ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરમાં ઘટસ્થાપન કરાતું હોય છે. એટલું જ નહીં, ચૈત્રી નવરાત્રીમાં માઁ અંબાના ચાચરચોકમાં માતાજીના નામની અખંડ ધૂન નવે નવ રાત-દિવસ ઉભા પગે અંબેની અખંડ ધૂન કરવામાં આવતી હોય છે. અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રી દરમિયાન થતી અખંડ ધૂન ભારત દેશની આઝાદી પૂર્વે 1941માં પ્રજા ઉપર આવી પડેલી આપત્તિઓના નિવારણ અર્થે શરૂ કરવામાં આવી હતી. જેમાં, મહેસાણા જિલ્લામાં 150 ઉપરાંત સિનિયર સિટીઝન દ્વારા આ અખંડ ધૂન યોજવામાં આવતી હોય છે. જે અખંડ ધૂન આ વખતે કોરોના મહામારીને લઈને મુલતવી રાખવામાં આવી છે.

આ તારીખથી ચૈત્રી નવરાત્રી થશે પ્રારંભ, અંબાજી મંદિરમાં થતી અખંડ ધૂન મુલતવી રખાઇ

આ પણ વાંચો:નવરાત્રિના પર્વને ધ્યાને લઇ અંબાજી મંદિરના દર્શનના સમયમાં વધારો કરાયો

અખંડધૂન આયોજક મંડળે કાર્યક્રમ મોકૂફ રાખ્યો

અખંડ ધૂન મંડળના પ્રતિનિધિઓની ટીમે અંબાજી મંદિર ટ્રસ્ટના વહીવટી વિભાગને અખંડ ધૂન મોકૂફ રાખવા માટે પત્ર અર્પણ કર્યું હતું. જોકે, આ અખંડ ધૂન માટે મંદિર ટ્રસ્ટે પરવાનગી આપી હોવા છતાં ગુજરાતમાં જે રીતે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે તે જોતા વધુ સંક્રમણ ન ફેલાય તે માટે આ વખતે અખંડ ધૂનનો કાર્યક્રમ મોકૂફ રાખવામાં આવ્યો છે.

શ્રદ્ધાળુઓ સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે આવવુ ફરજીયાત

ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લું રાખવામાં આવ્યું છે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી નિજ મંદિરમાં મંદિર ટ્રસ્ટના ભટ્ટજી મહારાજ દ્વારા નવરાત્રીના પ્રથમ દિવસે માતાજીના મંદિરમાં ચૈત્રી ઘટસ્થાપન કરી જવેરા પણ વાવવામાં આવશે. જેની આરતી પણ નિયમીત પણે કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રી દરમિયાન અંબાજી દર્શને આવતા શ્રદ્ધાળુઓને સરકારની ગાઇડલાઇન પ્રમાણે સોશ્યિલ ડિસ્ટન્સ અને માસ્ક સાથે દર્શને આવે તેવી અપીલ પણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:રાજ્યમાં કોરોના અપડેટ: કોરોનાને લીધે વધુ 22 લોકોનાં મોત

અંબાજી મંદિર સરકારની ગાઇડલાઇન પ્રમાણે ખુલ્લું રહેશે

હાલના તબક્કે, રાજ્યમાં વધતા કોરોના પોઝિટિવ કેસોને લઈને કેટલાક મંદિરો બંધ રાખવામાં આવ્યા છે. તેમાં અંબાજી મંદિર પણ બંધ રહ્યા હોવાની અફવા એ જોર પકડ્યું હતું. પરંતુ, અંબાજી મંદિર શ્રદ્ધાળુઓ માટે રાબેતા મુજબ ચાલુ જ છે. માત્ર સરકારની ગાઇડલાઇન પ્રમાણે દર્શનનો લાભ અપાઈ રહ્યો છે.

ABOUT THE AUTHOR

...view details