ગુજરાત

gujarat

ETV Bharat / state

Chaitri Navratri 2022 : ભક્તે માં જગદંબાને 48 ગ્રામ સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી

સાબરકાંઠાના પ્રસિદ્ધ ખેડબ્રહ્મા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri 2022) નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાના પગલે ભક્તજનોએ જગત જનની મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

Chaitri Navratri 2022 : ભક્તએ માં જગદંબાને 48 ગ્રામ સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી
Chaitri Navratri 2022 : ભક્તએ માં જગદંબાને 48 ગ્રામ સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી

By

Published : Apr 3, 2022, 6:48 AM IST

સાબરકાંઠા: સાબરકાંઠાના પ્રસિદ્ધ ખેડબ્રહ્મા મંદિર ખાતે ચૈત્રી નવરાત્રિ (Chaitri Navratri 2022) નિમિત્તે ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતું. તેમજ દર્શન કરવાનું વિશેષ મહત્વ હોવાના પગલે ભક્તજનોએ જગત જનની મા જગદંબાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

આ પણ વાંચો:Chaitra Navratri 2022 : આજથી ચૈત્ર નવરાત્રી શરૂ, જાણો ઘટસ્થાપન મુહૂર્ત વિશે...

ભક્તજનોમાં અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો : સાબરકાંઠાના ખેડબ્રહ્મા અંબાજી મંદિરમાં જગત જનની માં અંબેની પ્રાગટ્ય ભૂમિ ગણાય છે. ચૈત્રી પૂનમ નિમિત્તે પહેલીવાર કોરોના મહામારી બાદ શ્રદ્ધાળુ તેમજ ભક્તજનો ખૂબ મોટી સંખ્યામાં દર્શનનો લાભ મેળવ્યો હતો. જોકે, કોરોના મહામારીને પગલે છેલ્લા 2 વર્ષથી મોટા ભાગના મંદિરો સહિત ખેડબ્રહ્મા અંબાજી મંદિર પણ સરકારી ગાઈડ લાઈન અનુસાર પ્રતિબંધ યથાવત્ રખાયા હતા, ચૈત્રી પૂનમ નિમિત્તે મોટાભાગના પ્રતિબંધો દૂર કરાયા ભક્તજનોમાં પણ અનેરો આનંદ અને ઉત્સાહ જોવા મળ્યો હતો. અમદાવાદના એક ભક્તને જગત જનની જગદંબાને 48 ગ્રામ સોનાનો હાર અર્પણ કરી ધન્યતા અનુભવી હતી. સ્થાનિક વહીવટી મંડળ દ્વારા પણ ભક્તજનોની વિશેષ ઉપસ્થિતિ રહેવાની હોવાથી આગોતરી વ્યવસ્થાઓ પણ કરાઇ હતી.

આ પણ વાંચો:Chaitri Navratri 2022: ગૃહ પ્રધાને ચૈત્રી નવરાત્રીના પર્વે મંદિરે દર્શન કરી પ્રજાની શાંતિ અને સુરક્ષા માટે પ્રાર્થના કરી

વિદેશમાં રહેતા શ્રધ્ધાળુએ માં અંબાના દર્શન કર્યા : ખેડબ્રહ્મા અંબાજી મંદિર કોરોના મહામારી બાદ પહેલીવાર દરેક ભક્ત માટે ખુલ્લુ મુકાવાની સાથોસાથ દરેક શ્રદ્ધાળુ સરળતાથી દર્શન કરી શકે તે માટેની વ્યવસ્થા કર્યા બાદ ચૈત્રી પૂનમની શરૂઆત હોવાની સાથોસાથ હિન્દુ વર્ષની પણ શરૂઆત થઈ રહી છે.ભક્તોનું ઘોડાપૂરમાં અંબેના દર્શન કરી ધન્યતાનો ભાવ રજૂ કરતા જોવા મળ્યા હતા. ખેડબ્રહ્મા અંબાજી મંદિર હવે સમગ્ર વિસ્તારમાં એકમાત્ર આસ્થાનું કેન્દ્ર બની રહ્યું છે, ત્યારે સ્થાનિક આસપાસના તાલુકા સહિત વિદેશમાં રહેતા શ્રધ્ધાળુએ માં અંબાના દર્શન કરી કૃતજ્ઞતા વ્યક્ત કરતા જોવા મળ્યા હતા.

ABOUT THE AUTHOR

...view details