ગુજરાત

gujarat

ETV Bharat / state

ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરના સભા મંડપમાં કરાયું ઘટ સ્થાપન - chirag agrawal

અંબાજીઃ આજથી શરૂ થયેલી ચૈત્રી નવરાત્રીનો યાત્રાધામ અંબાજી ખાતે વિધિવત્ત પ્રારંભ કરાયો છે. જેને લઇ માતાજીનાં મંદિર વહેલા સવારેથી જ યાત્રીકોનો ભારે ધસારો જોવા મળ્યો હતો. ચૈત્રી નવરાત્રીના પગલે મંદિરના સભા મંડપમાં ઘટ સ્થાપન કરવામાં આવ્યું હતુ.

Ambaji

By

Published : Apr 6, 2019, 1:14 PM IST

સાત પ્રકારના મિશ્રીત અનાજના જવેરા વાવવામાં આવ્યા હતા. આમ તો આસો અને ચૈત્ર માસની બન્ને નવરાત્રીનું વિશેષ મહત્વ સમાયેલું છે. શનિવારે શરૂ થયેલી ચૈત્રી નવરાત્રી દરમિયાન શુભ મુહર્તમાં મંદિરનાં મુખ્ય પુજારી ભટ્ટજી મહારાજ અને પ્રાંત અધિકારી, હીસાબી અધિકારીની ઉપસ્થીતીમાં ઘટસ્થાપન વિધિ કરવામાં આવી હતી.

ઘટ સ્થાપનમાં વાવવામાં આવતા જવેરા નવમાં દિવસે ઉગતા જોઇને ખેડુતો માટેનો વર્ષ કેવું રહેશે તેનો પણ અંદાજ નિકાળવામાં આવે છે. જેટલાં જવેરા મોટાથાય તે પ્રમાણમાં વિકાસ થાય તેવી માન્યતાં ઘટસ્થાપનમાં સમાયેલી છે. એટલુજ નહી નવરાત્રીમાં પુજા અર્ચનને મંત્રનો વિશેષ મહત્વ સમાયાલું છે.

ચૈત્રી નવરાત્રીમાં અંબાજી મંદિરના સભા મંડપમાં ઘટસ્થાપન કરવામાં આવ્યુ

હિન્દુઓ માટેનુ આજથી નવા વર્ષની પણ શરુઆત થાય છે, જ્યારે શનિવારે અંબાજીમાં પ્રથમ નોરતે દુરદુરથી આવેલા શ્રધ્ધાળુઓએ સવારની મંગળા આરતી કરીને ધન્યતા પણ અનુભવી હતી.

ABOUT THE AUTHOR

...view details