- પાલનપુર પ્રાંતઅધિકારીની અધ્યક્ષતામાં યોજાઈ ચૂંટણી
- ચેરમેન -વાઇસ ચેરમેનની અઢી વર્ષ માટે કરાય છે વરણી
- ખેડૂતોએ ચેરમેનપદે ફરીથી દેવજીભાઈ પટેલને સત્તારૂઢ કર્યા
- કુલ 17 બેઠકોમાંથી 14 બેઠકો બિનહરીફ,જ્યારે 3 બેઠકો વેપારી પેનલે જીતી
પાલનપુરઃ બનાસકાંઠા જિલ્લો મોટાભાગે ખેતી પર નિર્ભર જિલ્લો છે. તેથી ખેડૂતોને સંલગ્ન સંસ્થાઓ જિલ્લાના ખેડૂતો માટે અતિમહ્ત્વપૂર્ણ સાબિત થાય છે. જિલ્લા મથક પાલનપુર ખાતે જિલ્લાનું સહુથી મોટી ખરીદ વેચાણ સહકારી સંઘ કાર્યરત છે, જેમાં ખેડૂતોને સરકારી ધારાધોરણ મુજબ બિયારણ તેમજ ખાતર પૂરું પાડવામાં આવે છે. આ સંસ્થા ખેડૂતોની જ હોવાથી તેનો તમામ વહીવટ પણ ખેડૂતો જ સાંભળતા હોય છે. દર પાંચ વર્ષે ખેડૂત સભાસદો ચૂંટણી દ્વારા પોતાનામાંથી 17 સભ્યોને ચૂંટી વહીવટ સોંપે છે. જે હેઠળ તાજેતરમાં થયેલ ચૂંટણીમાં 14 સભ્યો બિનહરીફ થયા હતાં,જ્યારે 3 સભ્યો વેપારી પેનલમાંથી ચૂંટાઈ આવ્યા હતાં.