ગુજરાત

gujarat

ETV Bharat / state

યાત્રાધામ અંબાજીના દરબારમાં વિશ્વ યોગ ડેની કરાઈ ઉજવણી - BNS

બનાસકાંઠા : આજે 21મી જૂને આંતરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે સમગ્ર રાજ્યમાં અનેક મોટા કાર્યક્રમો યોજાઇ છે.યાત્રાધામ અંબાજી ખાતે મંદિરનાં ચાચરચોક અને દાંતા મામલતદાર કચેરી ખાતે વિશ્વ યોગ દિવસની ઉજવણીના ભાગ રૂપે યોગાસન કરવામાં આવ્યા હતા.

યાત્રાધામ અંબાજીમાં પણ વિશ્વ યોગ ડેની કરાઈ ઉજવણી

By

Published : Jun 21, 2019, 10:32 PM IST

યોગ દિવસની ઉજવણીમાં હજારોની સંખ્યામાં ગ્રામજનો, શાળાનાં વિદ્યાર્થીઓ પોલીસ કર્મીઓ, ડૉક્ટર સહીત રાજકીય કાર્યકર્તાઓ જોડાયા હતા. યોગાસન કરી પોતાના સ્વાસ્થ્યને સુધારવાનાં પ્રયત્નો કર્યા હતા. જ્યારે યોગ તજગ્નો દ્વારા તમામ યોગીઓને યોગ બાબતે માર્ગદર્શન આપી યોગને પોતાના જીવનમાં ઉતારવાં માટે અપીલ કરી હતી. ધર્મ ભક્તી સાથે યોગ નું પણ મહત્વ હોવાથી આ યોગનો કાર્યક્રમ અંબાજી મંદિરના ચાચર ચોક માં આયોજીત કરવામાં આવ્યો હતો.

યાત્રાધામ અંબાજીમાં પણ વિશ્વ યોગ ડેની કરાઈ ઉજવણી

ABOUT THE AUTHOR

...view details