ગુજરાત

gujarat

ETV Bharat / state

સિંધી સમાજે ભગવાન જુલેલાલની જન્મ જયંતીની ઉજવણી કરી - society

બનાસકાંઠાઃ જિલ્લાના ડીસા ખાતે વસતા સિંધી સમાજ દ્વારા ભગવાન જુલેલાલની 1070મી જન્મ જયંતીની ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં સિંધી સમાજના લોકોએ મોટી સંખ્યામાં ભગવાન જુલેલાલના દર્શન કરી તેમના જન્મ દિવસની ઉજવણી કરી હતી.

સ્પોટ ફોટો

By

Published : Apr 6, 2019, 9:47 PM IST

આ તહેવારની વાત કરવામાં આવે તો પાકિસ્તાનમાં વસતા સિંધી સમાજના લોકોને આજથી 1070 વર્ષ પહેલાં પાકિસ્તાનના બાદશાહ દ્વારા અવાર નવાર હેરાન પરેશાન કરવામાં આવતા હતા. જેથી તેમની તાનાસાહીથી પરેશાન થઈ ભારત દેશમાં આવી રહેવા લાગ્યા હતા. જે બાદ સિંધી સમાજના ભગવાન જુલેલાલ સમાજના લોકોને પ્રગટ થઈ સિંધી સમાજના લોકોની રક્ષા કરવાનું વચન આપ્યું હતું. તે દિવસથી સિંધી સમાજના લોકો તેમના ભગવાન જુલેલાલની જન્મ જયંતિની ભારતભરમાં ધામધૂમ પૂર્વક ઉજવણી કરવામાં આવે છે.

જન્મ જયંતીની ઉજવણી

આજે ડીસા ખાતે લાલચાલી વિસ્તારમાં વર્ષો જુના ભગવાન જુલેલાલના મંદિરે સિંધી સમાજના લોકો દ્વારા જુલેલાલની જન્મ જયંતિની ધામધૂમ પૂર્વક ઉજવણી કરી હતી. સિંધી સમાજ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાન જુલેલાલનો મોટો વરઘોડો પણ કાઢવામાં આવ્યો હતો. જેમાં મોટી સંખ્યામાં સિંધી સમાજના લોકો જોડાયા હતા.

ABOUT THE AUTHOR

...view details