ગુજરાત

gujarat

ETV Bharat / state

સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો, સર્જાઈ ભયંકર સ્થિતિ

રાજ્યમાં વરસાદી માહોલ વચ્ચે સાબરકાંઠામાં ભારે વરસાદના (Heavy Rain in Sabarkantha) કારણે હાથમતી નદીનો કોઝ વે ધોવાયાની ઘટના સામે આવી છે. કોઝ વે ધોવાતા અનેક ગામોને જોડતા વાહન વ્યવહારને ભારે અસર થઈ છે.

સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો,
સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો,

By

Published : Jul 6, 2022, 11:30 AM IST

Updated : Jul 6, 2022, 1:18 PM IST

સાબરકાંઠા :જાંબુડીથી કુંપ (Heavy Rain in Sabarkantha) પાસે હાથમતી નદીનો કોઝ વે ધોવાયો છે. રોડ ધોવાતા વાહન વ્યવહારને અસર થઈ છે. સાત જેટલા ગામોમાં અવરજવર સમસ્યા સર્જાઈ છે. સ્થાનિક લોકોને ભારે પરેશાની ભોગવવી પડે છે.

સાબરકાંઠામાં હાથમતી નદીનો કોઝવે ધોવાયો, સર્જાઈ ભયંકર સ્થિતિ

સાબરકાંઠામાં વરસાદની સ્થિતિ :અહીં ગઈ રાત્રિએ સાર્વત્રિક વરસાદ (Heavy Rain in Sabarkantha) પડ્યો હતો. તેના કારણે હાથમતી નદીમાં નવા નીર આવ્યાં છે. એટલે સ્થાનિકો હરખાઈ ગયા છે. બીજી તરફ નવા નીરના આગમનથી ખેડૂતોમાં પણ ખૂશી જોવા મળી રહી છે. હાથમતી નદી વહેતી થતા ગંદકીમાંથી છૂટકારો મળશે. તો આ તરફ હિંમતનગરમાં ગઈકાલે રાત્રે 4 ઈંચ જેટલો વરસાદ પડ્યો હતો. તેના કારણે નેશનલ હાઈવે નંબર 8 પર મોટા ખાડા પડ્યા હતા. જ્યારે વાહનચાલકો પણ તેના કારણે પડી ગયા હતા. જોકે, કોઈ જાનહાની નથી થઈ.

કોઝવે ધોવાયો - આ ઉપરાંત જાંબુડીથી કુંપ પાસે હાથમતી નદીમાં નવા નીર આવતા કોઝ-વે ધોવાઈ ગયો હતો. તેના કારણે વાહન વ્યવહારને અસર થઈ હતી. જ્યારે 7 જેટલા ગામોમાં અવરજવર સર્જાઈ શકે છે. જાંબુડીથી ગાંભોઈ જવા માટે આ રોડ મહત્વનો માનવામાં આવે છે. જ્યારે વરસાદના કારણે સ્થાનિકોમાં ભારે હેરાનગતિ જોવા મળી છે.

Last Updated : Jul 6, 2022, 1:18 PM IST

ABOUT THE AUTHOR

...view details