બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વિસ્તારમાં બનાવવામાં આવેલી કેનાલનો મુદ્દો ફરી એકવાર ગરમાયો છે. કેનાલમાં પાણી ન મળતાં ખેડૂતોએ થરાદ નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ હતુ અને સાથે સાથે હલકી ગુણવત્તાવાળી કેનાલના બાંધકામ માટે જવાબદાર લોકો સામે કાર્યવાહી કરવાની માગ કરી છે.
બનાસકાઠાઃ કેનાલ મુદ્દે ખેડૂતોઓએ નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ બનાસકાંઠા જિલ્લાના સરહદી વિસ્તારમાં ખેડૂતોને સિંચાઈ માટે પાણી મળી રહે તે માટે નર્મદા વિભાગ દ્વારા કેનાલ બનાવવામાં આવી છે, પરંતુ કેનાલ બનાવ્યા બાદ તરત જ તેમાં થયેલા ભ્રષ્ટાચાર મામલે અવાર-નવાર ખેડૂતો અને સ્થાનિક નેતાઓએ ઉચ્ચ સ્તરે રજૂઆત કરી હતી. તેમ છતાં પણ હજુ સુધી આ મામલે સરકાર દ્વારા કોઇ જ તપાસ કરવામાં આવી નહોતી, જેથી વાવના પાનેસડા ગામના 200થી વધુ ખેડૂતો દ્વારા નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.
પાનેસડા ગામમાં કેનાલનું કામ 2017માં પૂર્ણ થઇ ગયું હતુ, પરંતુ તેમજ છતાં હજુ સુધી આ કેનાલ મારફતે ખેડૂતોને પાણી પણ મળ્યું નથી. જે મામલે સ્થાનિક ખેડૂતોએ વારંવાર રજૂઆત કરી હતી. તેમ છતા આ મામલે કોઇ જ કાર્યવાહી થઈ નહોતી. જેથી અધિકારીઓની નિષ્ફળતાથી કંટાળેલા ખેડૂતોએ નર્મદા વિભાગ અને થરાદ નાયબ કલેક્ટરને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી. તેમજ ખેડૂતોએ આ મામલે તંત્રને સાત દિવસનું અલ્ટીમેટ આપ્યું છે અને જો કાર્યવાહી કરાવામાં નહીં આવે તો ભૂખ હડતાલ પર બેસવાની ચીમકી ઉચ્ચારી હતી.
બનાસકાઠાઃ કેનાલ મુદ્દે ખેડૂતોઓએ નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ આગાઉ ખેડૂતોએ જિલ્લા સંકલનમાં ફરિયાદ કરતાં નર્મદા વિભાગના મદદનીશ ઇજનેરે તપાસ કરી હતી. આ તપાસમાં પણ કોન્ટ્રાક્ટરની બેદરકારી અને ગેરરીતિ બહાર આવી હતી. પાઇપ લાઇનના કામકાજમાં લેવલીંગનો અભાવ, કેનાલનાનું કામ પણ હલકી ગુણવત્તા વાળુ કરતા અનેક જગ્યાએ કેનાલ તૂટી જવી, માટીકામ પણ યોગ્ય થયું નથી તેમજ સબ કેનાલનું જોડાણ પણ માઇનોર કેનાલમાં ન કર્યું હોવાનું જણાયું છે અને તે લેખિત રિપોર્ટ પણ થરાદ નાયબ કાર્યપાલક ઈજનેરને કર્યો હતો. તેમ છતાં કોઈજ કાર્યવાહી થઈ નથી અને ઊલટું અધિકારી જ કોન્ટ્રાક્ટરને બચાવવાનો પ્રયાસ કરે છે.
બનાસકાઠાઃ કેનાલ મુદ્દે ખેડૂતોઓએ નર્મદા વિભાગ તેમજ નાયબ કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યુ જ્યારથી કેનાલ બની છે, ત્યારથી પાણી છોડતાની સાથે જ અનેક જગ્યાએ કેનાલ પત્તાની જેમ તૂટી રહી છે. જે મામલે સ્થાનિક ખેડૂતો અને ધારાસભ્યએ પણ લોકાયુક્ત અને મુખ્યપ્રધન સુધી ફરિયાદ કરી હતી અને કાર્યપાલક ઇજનેરની તપાસમાં પણ કોન્ટ્રાક્ટરે કેનાલના કામમાં ગેરરીતિ આચારી હોવાનું બહાર આવ્યું છે. તેમ છતાં પણ ઉચ્ચ અધિકારીઓ આ મામલે આંખ આડા કાન કરી રહ્યાં છે, ત્યારે આવા કોન્ટ્રાક્ટરો અને અધિકારીઓ સામે કડક કાર્યવાહી કરાવામાં આવે તેવી માંગણી ખેડૂતો કરી રહ્યાં છે.