- અંબાજીમાં રોજ નોંધાય છે સરેરાશ 15 પોઝિટિવ કેસ
- તંત્ર દ્વારા ટેસ્ટિંગ વધારવા માટે લેવાયો નિર્ણય
- આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ડોર ટૂ ડોર ટેસ્ટિંગ શરૂ
અંબાજી: યાત્રાધામ અંબાજીમાં અગાઉ કરતા હાલમાં કોરોનાના કેસ વધી રહ્યા છે. જેને ધ્યાનમાં રાખીને તંત્ર દ્વારા અંબાજી મંદિર બંધ રાખવામાં આવ્યું છે. આ સિવાય હાલમાં જ તંત્ર દ્વારા સ્થાનિક લોકો અને વેપારીઓના કોરોના ટેસ્ટિંગ માટેનું અભિયાન શરૂ કર્યું છે. જેના અંતર્ગત ડોર ટૂ ડોર RT-PCR તેમજ એન્ટીજન ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.
આ પણ વાંચો:અંબાજીમાં પ્રવાસીઓ ન આવતા હોટલ, ગેસ્ટહાઉસ અને રેસ્ટોરન્ટના ધંધા પડી ભાંગ્યા