- ભાજપ પ્રમુખ મા અંબાજીના દર્શને પહોંચ્યાં
- ગર્ભગૃહમાં દર્શન કરી આરતી ઊતારી
- આગામી વિધાનસભા ચૂંટણીઓ પહેલાં મા અંબાના આશીર્વાદ લીધાં
અંબાજીઃ ભારતીય જનતા પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આજે યાત્રાધામ અંબાજીની મુલાકાતે પહોંચ્યા હતાં. અંબાજી પહોચેલા સી.આર.પાટીલનું અંબાજી મંદિર દેવસ્થાન ટ્રસ્ટ વતી બ્રાહ્મણ દ્વારા કુમકુમ તિલક કરી અને વહીવટદાર દ્વારા ખેસ પહેરાવી સ્વાગત કર્યું હતું. પાટીલે મા અંબાજીના મંદિરના ગર્ભગૃહમાં દર્શન કર્યાં હતાં અને કપૂર આરતી અને પૂજનઅર્ચન કર્યાં હતાં. સાથે જ પૂજારીજીના આશીર્વાદ લીધાં હતાં.
પાટીલને શ્રીયંત્ર ભેટ આપવામાં આવ્યું
સી.આર.પાટીલને મંદિરના વહીવટદાર સી. જે. ચાવડા દ્વારા અને શ્રીયંત્ર આપી સન્માન કરાયુંં હતું. સી.આર.પાટીલ પરિવાર સાથે મંદિરમાં દર્શન અને પૂજા બાદ ભટ્ટજી મહારાજની ગાદીએ પહોંચ્યા હતાં. જ્યાં ભટ્ટજી મહારાજે કુમકુમ તિલક સાથે રક્ષાપોટલી બાંધી આશીર્વાદ આપ્યાં હતાં
સૌપ્રથમ મા અંબાજીના દર્શન કરી સ્થાનિક ચૂંટણીઓ જીતી હતીઃ પાટીલ