ગુજરાત

gujarat

ETV Bharat / state

અમીરગઢમાં સાધુ-સંતો માટે સરકારે વતન જવા માટે વ્યવસ્થા કરી આપી - લોકડાઉનના કારણે ફસાયેલા અનેક પરપ્રાંતીય

કોરોનાની મહામારીમાં લોકો ગુજરાત બહાર ફસાયાં હતા તેમને હાલ પોતોના વતન પહોચાડવામાં આવી રહ્યા છે. જેમાં રાજસ્થાનમાં ફસાયેલા અને અમીરગઢ બોર્ડર આવેલા ફક્ત બે સાધુઓને તેમના વતન ભીલડી મૂકવા માટે બસની વ્યવસ્થા કરાઈ હતી.

અમીરગઢમાં સાધુ-સંતો માટે બસ સેવા શરૂ કરાઈ
અમીરગઢમાં સાધુ-સંતો માટે બસ સેવા શરૂ કરાઈ

By

Published : Apr 30, 2020, 10:00 AM IST

બનાસકાંઠાઃ લોકડાઉનના કારણે ફસાયેલા અનેક પરપ્રાંતીય સહિત ગુજરાતી લોકોને તેમના વતન મુકવા માટે સરકારે વ્યવસ્થા કરી છે. જેમાં આજે રાજસ્થાનમાં ફસાયેલા અને અમીરગઢ બોર્ડર આવેલા ફક્ત બે સાધુઓને તેમના વતન ભીલડી મૂકવા માટે બસની વ્યવસ્થા કરાઈ હતી.

લોકડાઉનમાં અન્ય રાજ્યોમાંથી આવેલા અનેક પ્રાંતીય લોકો ગુજરાતમાં તેમજ અન્ય રાજ્યોમાં ધંધાર્થે ગયેલા અનેક ગુજરાતી લોકો ફસાયા હતા. ત્યારે છેલ્લા બે દિવસથી ગુજરાત સરકાર અન્ય રાજ્યોમાં ફસાયેલા લોકોને ગુજરાતમાં પોતાના વતન પહોંચાડવાની તેમજ ગુજરાતમાં ફસાયેલા પરપ્રાંતીય લોકોને તેમના વતન પહોંચાડવાની વ્યવસ્થા કરી છે.

જે દરમિયાન બનાસકાંઠાના ભીલડી ગામના બે સાધુઓ મહાત્માઓ લોકડાઉન થતા જ રાજસ્થાનમાં ફસાઈ ગયા હતા. જેઓ આજે અમીરગઢ બોર્ડર પર પહોંચતા ગુજરાત સરકારે એક બસમાં માત્ર બે જ સાધુઓને તેમના વતન મોકલવાની વ્યવસ્થા કરી હતી અને એક બસની અંદર માત્ર બે સાધુઓને બેસાડી અમીરગઢથી 100 કિલોમીટર દૂર ભીલડી મોકલવા માટેની વ્યવસ્થા કરી હતી. સરકારની આ વ્યવસ્થા જોઈ સાધુઓએ પણ ખુશીની લાગણી વ્યક્ત કરી હતી.

લોકડાઉન સરકાર દ્વારા કોઈપણ વ્યક્તિ હેરાન ના થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવી રહી છે. ત્યારે માત્ર 2 જ સાધુઓને વતન પહોંચાડવા માટે સરકારે 100 કિલોમીટર સુધી બસ દોડાવી છે જે સરકાર જનતા પ્રત્યે કેટલી સંવેદનશીલ છે. તેનું ઉત્તમ ઉદાહરણ છે.

ABOUT THE AUTHOR

...view details