ગુજરાત

gujarat

ETV Bharat / state

પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ, કોઇ જાનહાનિ નહીં - ફાયર ફાયટર

બનાસકાંઠામાં પાલનપુર અમદાવાદ નેશનલ હાઈવે પર શનિવારના રોજ એક મિની બસમાં અચાનક આગ લાગતા દોડધામ મચી હતી. આ ઘટનાને પગલે પાલનપુર નગરપાલિકાના ફાયર ફાયટર તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી આગ પર કાબૂ મેળવ્યો હતો, પરંતુ ત્યાં સુધીમાં તો બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી. આ આગ દુર્ઘટનામાં ડ્રાઇવરની સમયસૂચકતાને કારણે 10 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો.

Palanpur Ahmedabad highway
Palanpur Ahmedabad highway

By

Published : May 22, 2021, 7:09 PM IST

  • બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતા જ આગ દુર્ઘટનામાં વધારો
  • પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં આગ લાગી
  • બસ ડ્રાઈવરની સમયસૂચકતાને કારણે મોટી જાનહાનિ ટળી

બનાસકાંઠા : જિલ્લામાં એક તરફ કોરોના વાઇરસ તેનો કહેર બતાવી રહ્યો છે, તો બીજી તરફ ઉનાળાની શરૂઆત થતાની સાથે જ બનાસકાંઠા જિલ્લામાં એક બાદ એક આગ દુર્ઘટનાઓ સામે આવી રહી છે. ચાલુ વર્ષે બનાસકાંઠા જિલ્લામાં ઉનાળાની શરૂઆત થતાની સાથે જ ક્યાંક સૂકા ખેતરોમાં તો ક્યાંક ગાડીઓમાં વારંવાર આગની ઘટનાઓ સામે આવી રહી છે. બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારમાં 10 દિવસમાં 7થી પણ વધુ આગની ઘટનાઓ સામે આવી હતી. વારંવાર આગની ઘટનાઓ બનતા વાહનચાલકો અને ખેતર માલિકોને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ

આ પણ વાંચો -જામનગરના શાપરમાં CNG ગેસ ભરવા આવેલી કારમાં લાગી, આગ કાર બળીને ખાખ

પાલનપુર અમદાવાદ હાઇવે પર બસમાં લાગી આગ

પાલનપુરથી મહેસાણા તરફ જઇ રહેલી મિની બસમાં શનિવારે અચાનક આગ ભભૂકી ઉઠી હતી. આગ લાગતાં જ ડ્રાઇવરે બસને રોડની સાઈડમાં ઉભી રાખી તમામ પ્રવાસીઓને ઉતાર્યા હતા. જોકે ત્યાં સુધીમાં તો આગે આખી બસને તેની જપેટમાં લઈ લીધી હતી. આ બનાવને પગલે આજુબાજુના લોકો અને ફાયર ફાયટરની ટીમ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચ્યો હતા. જે બાદ સતત બે કલાક સુધી પાણીનો મારો ચલાવી આગ પર કાબૂ મેળવ્યો હતો. આ આગ બુઝાય ત્યાં સુધીમાં તો મિનિ બસ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ હતી.

આ પણ વાંચો -સુરતના અમરોલી બ્રિજ પર ચાલતી ગાડીમાં લાગી આગ

ડ્રાઇવરની સમય સૂચકતાને કારણે જાનહાનિ ટળી

ડ્રાઇવર સમય સૂચકતાથી બસમાં સવાર 10 પ્રવાસીઓનો આબાદ બચાવ થયો હતો. આ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી, પરંતુ શોર્ટ સર્કિટના કારણે મિની બસમાં આગ લાગી હોવાનું પ્રાથમિક અનુમાન લગાવાઈ રહ્યું છે.

આ પણ વાંચો -અરવલ્લીના જંગલ વિસ્તારોમાં આગ લાગતા વનરાજીને નુકસાન

ABOUT THE AUTHOR

...view details