દિયોદર: ગુજરાત સરકાર દ્વારા ગ્રામીણ વિસ્તાર અને શહેરી વિસ્તારનો વિકાસ થાય તે માટે દર વર્ષે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવવામાં આવી રહી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં શિક્ષણ અને આરોગ્યનું પ્રમાણ વધે તે માટે દર વર્ષે ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે. બીજીતરફ ગ્રામીણ વિસ્તારમાં ખેડૂતોને લાગતી યોજનાઓનો લાભ મળી રહે, તે માટે પણ સરકાર દ્વારા વિવિધ ગ્રાન્ટની ફાળવણી કરવામાં આવે છે.
ગુરુવારે દિયોદર તાલુકા પંચાયત કચેરી ખાતે સામાન્ય સભા યોજાઈ હતી. જેમાં વર્ષ 2020 અને 21નું પુરાંતવાળું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું હતું. જેમાં સર્વાનુમતે 6.32 કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું હતું.