ભારત-પાકિસ્તાન બોર્ડર પર આવેલા સૂઈગામ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં BSFના જવાનોએ સફાઈ કરી હતી. દર વર્ષે 26મી જુલાઈએ કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. જેના અંતર્ગત ચાલુ વર્ષે પણ આગામી 26 તારીખ સુધી BSFના જવાનો દ્વારા બ્લડ કેમ્પ, સફાઈ અભિયાન તેમજ વૃક્ષારોપણ જેવા વિવિધ કાર્યક્રમો કરીને કારગીલ વિજય દિવસની ઉજવણી કરવામાં આવશે.
બનાસકાંઠામાં BSF જવાનોએ સફાઈ કરીને કારગીર વિજય દિવસની કરી ઉજવણી - Banaskantha
બનાસકાંઠા: વર્ષ 1999માં પાકિસ્તાન સામે થયેલા યુદ્ધમાં ભારતને ઐતિહાસિક જીત હાંસલ થતા સમગ્ર દેશમાં 26મી જુલાઈના દિવસે કારગીલ વિજય દિવસ મનાવવામાં આવે છે. જે અંતર્ગત બનાસકાંઠામાં BSFના જવાનાએ સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત સફાઈ કરીને કારગીર વિજય દિવસની ઉજવણી કરી હતી.
બનાસકાંઠામાં BSF જવાનોએ કારગીર વિજય દિવસની કરી ઉજવણી
આ અંતર્ગત બુધવાર દાંતીવાડા BSF કેમ્પના જવાનો દ્વારા સરહદી વિસ્તાર સુઇગામમાં આવેલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે સફાઇ અભિયાન હાથ ધર્યું હતું. સ્વચ્છ ભારત અભિયાન અંતર્ગત BSFના જવાનોએ હાથમાં ઝાડુ લઈને સફાઈ કરીને લોકોને પણ સ્વચ્છ ભારત માટેનો સંદેશ આપ્યો હતો.