બનાસકાંઠા : રાજ્યમાં ભારે વરસાદના કારણે અનેક જિલ્લાઓના રોડ બિસ્માર હાલતમાં જોવા મળ્યા હતા.જેમાં છેલ્લા કેટલાક સમયથી લઈને ગુજરાતની અંદર ડામરના રોડને લઈને લોકો પરેશાન થઇ રહ્યા છે. એવી જ રીતે સરહદી વિસ્તારના એવા બનાસકાંઠાના થરાદ ઢીમા રોડ 6 મહિના અગાઉ 5 કરોડ રૂપિયાના ખર્ચે નવિન બનાવવામાં આવ્યો હતો. અહીંના જવાબદાર મળતીયા અધિકારીઓના કારણે કોન્ટ્રાક્ટર દ્વારા આ થરાદ ઢીમા નવીન રોડની કામગીરીમાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવતા અત્યારે રોડ બિલકુલ બિસ્માર હાલતમાં થઈ ગયો છે.
થરાદમાં ભારે વરસાદના કારણે રોડની હાલત બિસ્માર, લોકોને હાલાકી - બનાસકાંઠાના સમાચાર
થરાદમાં ભારે વરસાદના કારણે રોડની હાલત બિસ્માર બની છે.મળતી માહિતી અનુસાર અંદાજે 6 મહિના અગાઉ 5 કરોડ રૂપિયાના ખર્ચે બનેલા થરાદ ઢીમા રોડ નહિવત વરસાદથી તૂટી ગયો હતો જેથી રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન થઇ રહ્યા છે.
જોકે થરાદ ઢીમા રોડ બનાવવામાં મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર આચરી દેવામાં આવ્યો હતો. જેના લીધે અત્યારે રાહદારીઓ અને વાહનચાલકો મોટા પ્રમાણમાં મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. જોકે આ મેઈન રોડ હોવાથી અહીંથી છેક બોડર સુધીના ગામડાઓ જેવાકે ઢેરીયાણ ટડાવ, બાલુત્રી, આકોલી, પાનેસડા, રાઘાનેસડા, માવસરી, જોરડીયાળી, કારેલી, કૂંડાળીયા જેવા અનેક ગામડાઓના લોકો મોટા પ્રમાણમાં થરાદ જવા અવરજવર કરે છે. જેથી કરીને માત્ર ટૂંકા ગાળાની અંદર જ રોડ ઉપર ખાડા પડી ગયા છે અને રોડની સાઈટો પણ તૂટી જવા પામી છે. જેથી સરકારના કરોડો રૂપિયા અત્યારે તો પાણીમાં ગયા હોય તેવું લાગી રહ્યું છે. જોકે અત્યારે થરાદ ઢીમા રોડ માત્ર 6 મહિના અગાઉ 5 કરોડ રૂપિયાના ખર્ચે નવિન બનાવવામાં આવ્યો હતો પરંતુ ટૂંકાગાળામાં થરાદ ઢીમા રોડ તૂટી જતા અત્યારે રાહદારીઓ અને વાહનચાલકો ખુબજ પરેશાન થઈ રહ્યા છે.