બનાસકાંઠા: અમીરગઢ પાસેથી પસાર થતી બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદી તેના કાંઠે રહેતા લોકો માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ રહી છે, જ્યારે એક ગામ એવું પણ છે જેના માટે જીવના જોખમ રૂપી સાબિત થઈ રહી છે. અમીરગઢના કાકવાડા ગામ બનાસનદીના બે કાંઠે વસેલો છે, જેથી અરસપરસ અથવા તાલુકા મથકે જવા માટે બનાસ નદી પાર કરવી પડે છે.
અમીરગઢના કાકવાડા પાસેની બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર - કોઝવે
અમીરગઢ પાસેથી પસાર થતી બનાસકાંઠાની જીવાદોરી ગણાતી બનાસનદી તેના કાંઠે રહેતા લોકો માટે આશીર્વાદ રૂપી સાબિત થઈ રહી છે, જ્યારે એક ગામ એવું પણ છે જેના માટે જીવના જોખમ રૂપી સાબિત થઈ રહી છે. અમીરગઢના કાકવાડા પાસેની બનાસ નદીના વહેણમાંથી જીવના જોખમે પસાર થવા લોકો મજબૂર બન્યા છે.
વરસાદના સમયમાં જ્યારે નદીમાં પાણી વહેતુ હોય છે, ત્યારે લોકોને અવરજવર માટે કોઈપણ પ્રકારની કોઝવે કે પુલની વ્યવસ્થા ન હોવાથી નદીના વહેંણમાંથી પસાર થવું પડે છે અને બાળકોને અભ્યાસ માટે શાળામાં પણ પાણીમાંથી ખભે કરી જીવના જોખમેં લઈ જવામાં આવે છે. કોઈ બીમારી હોય કે પછી ડેરીમાં દૂધ ભરાવવા જવું હોય તો પણ ગામલોકોને જીવનું જોખમ લેવું પડે છે. આ વિશે અસંખ્ય વાર ઉચ્ચકક્ષાએ રજૂઆત કરવા છતા નાના ગામડાના લોકોનું કોઈ નિકાલ આવ્યો નથી તે માટે ગામલોકો હવે એકજુટ થઈ તંત્રને પાઠ શીખડાવવાનો નિર્ણય લીધો છે.
ગ્રામજનોએ જ્યાં સુધી કોઝવે અથવા પુલ નહીં બને ત્યાં સુધી આગામી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકીઓ ઉચ્ચારી છે. આ રસ્તેથી ત્રણ ગામોના લોકો પણ પસાર થાય છે પરંતુ નદીમાં પાણી આવતા સંપર્ક વિહોણા બની જાય છે અને તેઓના રોજિંદા કામો પણ ખોરવાઈ રહ્યા છે.