બનાસકાંઠા: બનાસકાંઠા જિલ્લામાં કોરોનાનો પ્રભાવ દિવસેને દિવસે વધતો જાય છે. દરરોજ નવા 35 થી પણ વધુ કેસ સામે આવી રહ્યા છે. હવે આવશ્યક સેવાઓ સાથે જોડાયેલા લોકો પણ પોતાને કોરોનાથી બચાવી શકતા નથી. તેવામાં ડીસામાં આવેલી HDFC બેન્કના એક કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું છે.
ડીસામાં HDFC બેન્કના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્ક બંધ કરાઈ - HDFC બેન્ક ડીસા બ્રાન્ચ બંધ
બનાસકાંઠાની HDFC બેન્ક ડીસા બ્રાન્ચના કર્મચારીનો પણ કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા તંત્ર હરકતમાં આવ્યું હતું અને બે દિવસ માટે બેંકનું સંપૂર્ણ કામકાજ બંધ કરી દેવામાં આવ્યું છે.
ડીસામાં HDFC બેન્કના કર્મચારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા બેન્ક બંધ કરાઈ
HDFC બેન્ક ડીસા બ્રાંચમાં રોજના હજારો લોકો નાણાકીય લેવડદેવડ માટે અવરજવર કરતા હોય છે જેમાં મોટાભાગના ગ્રામીણ વિસ્તારના લોકો પણ આવતા હોય છે. તેવામાં બેંક કર્મચારીને કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતા જ બેંકનું કામકાજ બે દિવસમાં બંધ કરી દેવામાં આવ્યું છે અને તેને કન્ટેઇનમેન્ટ ઝોન જાહેર કરી દેવામાં આવી છે.
બે દિવસ બાદ બેંકનું કામકાજ ફરીથી રાબેતા મુજબ શરૂ થશે, ઉલ્લેખનીય છે કે બેન્કમાં સોશ્યલ ડિસ્ટન્સનું ચુસ્ત પાલન કરવા છતા પણ કર્મચારીને કોરોના પોઝિટિવ આવતા હવે કર્મચારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે.