ગુજરાત

gujarat

ETV Bharat / state

Bottle Gourd Crop in Banaskantha : દિયોદરના ખેડૂતે કરી દૂધીની અનોખી ખેતી - શાકભાજીની ખેતીનું બિયારણ

બનાસકાંઠામાં ખેડૂતો ખેતીમાં પ્રયોગો અને પરિણામ બંને મેળવી રહ્યાં છે. આજે જાણો મકડાલાના ખેડૂતની દૂધીની અનોખી (Bottle Gourd Crop in Banaskantha) ખેતી વિશે.

Bottle Gourd Crop in Banaskantha : દિયોદરના ખેડૂતે કરી દૂધીની અનોખી ખેતી
Bottle Gourd Crop in Banaskantha : દિયોદરના ખેડૂતે કરી દૂધીની અનોખી ખેતી

By

Published : Feb 10, 2022, 6:26 PM IST

દિયોદરઃ દૂધી તો તમે ખુબ ખાધી હશે પણ મકડાલાની મહાકાય દૂધી નહીં ખાધી હોય. આજે આપને બતાવી રહ્યા છીએ 1050 ચોરસ ફૂટ મકાનની છત પર ફેલાયેલી દૂધીની વેલ. જે વેલમાંથી મકડાલા ગામના ખેડૂત ઠાકરશીભાઈ દેસાઈએ 450 કિલોથી પણ વધારે (Bottle Gourd Crop in Banaskantha) ઉત્પાદન મેળવ્યું છે. ઠાકરશીભાઈ સમગ્ર ગ્રામ જનોને હોંશેહોંશે શાક બનાવવા નિઃશુલ્ક દૂધી આપે છે.

મકડાલાના ઠાકરશીભાઈની અનોખી દૂધી

ફુવારા પદ્ધતિના ઉપયોગથી નવી ખેતી શક્ય બની

બનાસકાંઠા જિલ્લામાં ખેડૂતો હવે નવી નવી ટેકનોલોજીનો ઉપયોગ પ્રગતિશીલ ખેતી તરફ વળ્યા છે. જેના કારણે તેમને ખેતીમાંથી સારી આવક અને તેમની ખેતીની દેશ અને દુનિયામાં નામના મેળવી રહ્યા છે. વર્ષોથી બનાસકાંઠા જિલ્લામાં પાણીની અછત જોવા મળી રહી છે પરંતુ હવે ફુવારા પદ્ધતિથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો શાકભાજીની ખેતી તરફ વળ્યા (Vegetable cultivation in Banaskantha ) છે જેના કારણે ખેડૂતોને પોતાના પાકમાં સારી આવક મળી રહી છે.

આ પણ વાંચોઃ Cultivation of watermelon in Deesa : શિયાળુ તરબૂચનો મીઠો પાક લણતાં જૂના ડીસાના પ્રગતિશીલ ખેડૂતો

દૂધીની નવી ખેતી
બનાસકાંઠા જિલ્લાના દિયોદર તાલુકામાં આવેલ મકડાલા ગામમાં દૂધીની વેલે સમગ્ર પંથકના લોકોનું ધ્યાન ખેંચ્યું છે. મકડાલાના સ્થાનિક ખેડૂત ઠાકરશીભાઈ દેસાઈના નળિયાં વાળા ઘરની છત પર દૂધીની એક વેલ જાણે કે પોતાનું સામ્રાજ્ય વસાવીને ગ્રામજનોનો ખોરાક પૂરો પાડવા કટિબદ્ધ બની છે. ઠાકરશી ભાઈને ઇટીવી ભારતની ટીમે સંપર્ક કરી જયારે આ દૂધીની વેલ વિશેે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે અમે આ બિયારણ લાવી એક બીજ રોપ્યું હતું જેમાંથી આ વેલનો વિકાસ (Vegetable cultivation in Banaskantha ) એટલો બધો થયો છે કે અમારા આખા ઘરની છત પર પથરાઈ ગઈ છે. આજ દિવસ સુધી અમે માત્ર આ દૂધીની એક વેલમાંથી 450 કિલોથી વધારે (Bottle Gourd Crop in Banaskantha) ઉત્પાદન મેળવી ચુક્યા છીએ અને હજુ પણ આ વેલ પાર પુષ્કળ ફ્લાવરિંગ થયેલું છે. જેથી આગામી સમયમાં પણ અમને ઉત્પાદન મળશે. વધુમાં તેમણે જણાવ્યું હતું કે અમે આ એક વેલમાંથી મળતી તમામ દૂધીને મકડાલાના ગ્રામજનોને તથા સગાસંબંધીઓને વિનામૂલ્યે શાક બનાવવા આપીએ છીએ.

અત્યાર સુધીમાં 450 કિલોથી વધુનો પાક આપી દીધો છે

ઓર્ગેનિક પદ્ધતિનો ઉપયોગ

ખેતી સાથે એગ્રોનો બહોળો અનુભવ ધરાવતા ઠાકરશીભાઈને જયારે આ દૂધીના વિકાસ (Bottle Gourd Crop in Banaskantha) માટે પૂછ્યું ત્યારે તેમણે જણાવ્યું હતું કે આ દૂધી અમારા ઘરે ઓર્ગેનિક પદ્ધતિથી (Vegetable cultivation in Banaskantha ) ઉગાડેલી છે. આજ દિન સુધી તેમાં કોઈ પણ જાતના રાસાયણિક ખાતર કે દવાઓનો છંટકાવ કરવામાં આવ્યો નથી. દૂધીની એક વેલમાંથી અનેક વેલ થાય અને હજારો ખેડૂતો તેના બિયારણ થકી બાગાયતી ખેતી સાથે જોડાઈ ઓર્ગેનિક ખેતી કરતા થાય તેવા હેતુથી અમે આ બિયારણનું (Seed of vegetable cultivation) પેકીંગ બજારમાં ઉપલબ્ધ કરાવીશું.

આ પણ વાંચોઃ બનાસકાંઠા જિલ્લો ફુવારા પદ્ધતિથી ખેતી કરવામાં સમગ્ર ભારત દેશમાં પ્રથમ

અન્ય ખેડૂતો માટે બિયારણ તૈયાર કર્યું

મહત્વની વાત એ છે, કે દૂધીની વિશાળ એક વેલમાંથી મબલખ ઉત્પાદન (Bottle Gourd Crop in Banaskantha) મેળવી મકડાલા ગામના વતની ઠાકરશી ભાઈ દેસાઈએ આસપાસના બીજા ખેડૂતો લાભ પહોંચાડવા માટે આ દૂધીનું બિયારણ તૈયાર (Seed of vegetable cultivation) કરવાની તૈયારી બતાવી છે. આવા પ્રામાણિક ખેડૂતોની મુલાકાત લઇ કૃષિ યુનિવર્સિટીના અધિકારીઓ જરૂરી માર્ગદર્શન પૂરું પાડે તો આવનારા સમયમાં ગુજરાતના અન્ય ખેડૂતોને પણ (Vegetable cultivation in Banaskantha )તેનો લાભ મળશે.

ABOUT THE AUTHOR

...view details