ગુજરાત

gujarat

ETV Bharat / state

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ - Bootleggers adopted a new way of bringing alcohol into Gujarat

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાની નવી મોડેસ ઓપરેન્ડી સામે આવી છે. જેમાં વાહન ચેકિંગ દરમિયાન પોલીસે ભારત પેટ્રોલિયમ લખેલા ટેન્કરમાંથી દારૂ ઝડપી પાડયો છે અને ટેન્કર અને દારૂ સહિત 74 લાખ રૂપિયાના મુદ્દામાલ સહિત બે આરોપીઓની અટકાયત કરી છે.

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ
ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ

By

Published : Sep 26, 2020, 5:50 AM IST

બનાસકાંઠાઃ રાજસ્થાનમાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવા માટે બુટલેગરો અવનવા કીમિયા અજમાવી રહ્યા છે, જેમાં ગુંદરી ચેકપોસ્ટ પરથી ભારત પેટ્રોલિયમ લખેલા ટેન્કરમાં પણ જંગી માત્રામાં દારૂ ભરી ગુજરાતમાં ઘુસાડવાના ષડયંત્રને પણ પોલીસે નિષ્ફળ બનાવ્યો છે.

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ

ગુરૂવારે મોડી રાત્રે રાજસ્થાન તરફથી ભારત પેટ્રોલિયમ લખેલો એક ટેન્કર ગુંદરી ચેકપોસ્ટ પરથી પસાર થઈ રહ્યું હતું. જેના પર શંકા જતા જ પોલીસે ટેન્કરને સાઈડમાં કરી તપાસ શરૂ કરી હતી.

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ

તપાસ દરમિયાન ટેન્કરમાંથી મોટી માત્રામાં દારૂ મળી આવ્યો હતો, જેથી પોલીસે ટેન્કર ચાલક હનુમાનરામ જાટની અટકાયત કરી હતી. જ્યારે ટેન્કરમાં રાખેલી 14,868 બોટલ જપ્ત કરી છે, દારૂ અને ટેન્કર સહિત કુલ 74 લાખ રૂપિયાનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે. જ્યારે ટેન્કર ચાલકની અટકાયત કરી દારૂ મોકલનાર સહિત કુલ બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ગુજરાત-રાજસ્થાન સરહદ પર આવેલ ગુંદરી ચેકપોસ્ટ પરથી રાજ્યમાં દારૂ ઘુસાડવાની બુટલેગરોની નવી તરકીબ

ABOUT THE AUTHOR

...view details