ગુજરાત

gujarat

ETV Bharat / state

પોલીસ ચોકી બંધ કરી દેતા બનાસકાંઠામાં દારૂની હેરાફેરી કરનારાઓને મોકળું મેદાન - Alcohol trafficking since Banaskantha is in Rajasthan

બનાસકાંઠાઃ 2019નો છેલ્લો દિવસ એટલે કે 31 ડીસેમ્બર આ દિવસને લોકો અલગ-અલગ રીતે ઉજવણી કરતા હોય છે, ત્યારે બનાસકાંઠા જિલ્લો રાજસ્થાનની બાજુમાં આવેલો જિલ્લો હોવાથી મોટા પ્રમાણમાં દારૂની હેરાફેરી છે, ત્યારે આ વખતે સરકાર દ્વારા તમામ પોલીસ ચોકી બંધ કરી દેવામાં આવતા દારૂની હેરાફેરી કરનારાઓને મોકળું મેદાન મળ્યું છે.

banaskatha
31 ડિસેમ્બરના દિવસે બુટલેગરને મોકળું મેદાન

By

Published : Dec 30, 2019, 10:24 PM IST

2019નો છેલ્લો દિવસ એટલે કે, 31 ડિસેમ્બર આ દિવસને શહેરમાં અલગ-અલગ રીતે લોકો ઉજવણી કરતાં હોય છે, ત્યારે ભલે ગાંધીના ગુજરાતમાં દારૂ બાંધી હોય પરંતુ થર્ટી ફર્સ્ટના દિવસે તો દારૂડિયાઓ અને દારૂ વેચનારા બુટલેગરોને બેરોકટોક દારૂ મળી જતો હોય છે. દારૂબંધી હોવા છતાં પણ 31 ડિસેમ્બર એટલે દારૂ પીનારાઓ માટેનો ઉત્તમ દિવસ, ત્યારે દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની બોર્ડર પર આવેલ બનાસકાંઠા જિલ્લામાંથી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનું નેટવર્ક અવાર નવાર ઝડપાતું હોય છે. દર વર્ષે ગુજરાત અને રાજસ્થાનની જે બોર્ડર બનાસકાંઠામાં આવેલી છે, એ બોર્ડરની ચેકપોસ્ટ પરથી કરોડો રૂપિયાનો દારૂ ઝડપાય છે.

31 ડિસેમ્બરના દિવસે બુટલેગરને મોકળું મેદાન

જો કે, આ વખતે બુટલગરો માટે મોકળું મેદાન છે કારણ કે, સરકાર દ્વારા હમણાં જ તમામ પોલીસ ચેકપોસ્ટ બંધ કરી દેવામાં આવી છે. તેમજ બનાસકાંઠા જિલ્લામાં તો આ વખતે ૩1 ડિસેમ્બર નિમિત્તે દારૂ પીનારા ઓ માટે અને વેચનારાઓને તડાકો પડી ગયો હોય. તેમ લાગી રહ્યું છે આ વખતે સરકાર દ્વારા બોર્ડર વિસ્તારમાં આવેલા પોલીસ અધિકારીઓને પણ 31 ડિસેમ્બર નિમિત્તે કોઇ જ વાહન ચેકિંગ માટે સૂચના આપવામાં આવી નથી, ત્યારે હવે પોલીસ દારૂ પીનારા અને વેચનારાઓ પર કઈ રીતે લગામ લગાવશે તો જોવું રહ્યું.

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details