ગુજરાત

gujarat

ETV Bharat / state

રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ

વૈશ્વિક મહામારી કોરોના વાયરસ વચ્ચે ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઇ છે. એસઓજી પોલીસે પોષડોડા અને ગાડી સહિત છ લાખ રૂપિયાના મુદ્દામાલ સાથે ચાલકની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ
રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ

By

Published : Jul 20, 2020, 6:36 PM IST

થરાદઃ કોરોના વાયરસ વચ્ચે પણ ગુજરાત રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી ચાલુ છે અને બૂટલેગરો કોઈપણ જાતના ડર વગર ગેરકાયદે ચીજવસ્તુઓની હેરાફેરી કરી રહ્યાં છે. બનાસકાંઠા જિલ્લા એસ.ઓ.જી પોલીસને પોષડોડાની હેરાફેરી થતી હોવાનું માલૂમ પડતાં જ થરાદના મોરથલ ગામ પાસે વોચ ગોઠવી હતી. તે દરમિયાન રાજસ્થાન તરફથી આવી રહેલી એક શંકાસ્પદ બોલેરો ગાડીને ઊભી રખાવી તલાીશી લેતાં તેમાંથી પોષડોડા મળી આવ્યાં હતાં.

રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ

પોલીસે 34.840 કિલોગ્રામ પોષડોડા ભરેલી બોલેરો ગાડી સહિત છ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જ્યારે ગાડીચાલક મેસારામ આલની પણ અટકાયત કરી છે જ્યારે અન્ય એક આરોપી ફરાર થઈ ગયો હતો. પ્રાથમિક તપાસમાં આ પોષડોડા રાજસ્થાનમાંથી ગુજરાતમાં વેચાણ માટે લાવી રહ્યાં હોવાનું માલુમ પડ્યું છે જેથી થરાદ પોલીસે હાલમાં ગાડીચાલકની અટકાયત કરી બે શખ્સો સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન બોર્ડર પરથી ગેરકાયદે પોષડોડા ભરેલી બોલેરો ગાડી ઝડપાઈ

ABOUT THE AUTHOR

...view details